Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને બ્રાઝિલ વચ્ચે બેવડા કરવેરાને ટાળવા અને આવક પર કરેવરાનાં સંબંધમાં નાણાકીય ચોરી અટકાવવા થયેલી સમજૂતીમાં થયેલા સુધારાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત સરકાર અને બ્રાઝિલ સરકાર વચ્ચે બેવડા કરવેરાને ટાળવા માટે અને આવક પર કરવેરાનાં સંબંધમાં રાજકોષીય કે નાણાકીય ચોરી અટકાવવા માટે થયેલા સંશોધિત કરારને મંજૂરી આપી હતી.

અમલીકરણની વ્યૂહરચના અને એનાં લક્ષ્યાંકોઃ

મંત્રીમંડળની મંજૂરી મળ્યાં પછી આ કરારનો અમલ કરવા માટે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવશે. અમલીકરણ પર મંત્રાલયની નજર રહેશે અને એનાં પર અહેવાલ સુપરત કરવામાં આવશે.

મુખ્ય અસરો:

ડબલ ટેક્ષેશન એવોઇડન્સ કન્વેન્શન (ડીટીએસી – બેવડા કરવેરો ટાળવા માટેની સમજૂતી)ની જોગવાઈનો આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ સુધારીને ભારત અને બ્રાઝિલ વચ્ચે સંશોધિત કરાર બેવડા કરવેરાને અટકાવવાની સુવિધા આપશે. ડીટીએસી દ્વારા કરારબદ્ધ દેશો વચ્ચે કરવેરાનાં અધિકારોની સ્પષ્ટ ફાળવણી બંને દેશોનાં રોકાણકારો અને વ્યવસાયોને કરવેરાનાં સ્પષ્ટ નીતનિયમો પૂરાં પાડશે. સંશોધિત કરાર સ્ત્રોત દેશમાં ટેકનિકલ સેવાઓ માટે વ્યાજ, રૉયલ્ટી અને ફીમાં કરવેરાનાં નીચા દર દ્વારા રોકાણનો પ્રવાહ વધારશે. સંશોધિત સમજૂતીમાં જી-20 ઓઇસીડી બેઝ ઇરોઝન પ્રોફિટ શિફ્ટિંગ (બીઇપીએસ) પ્રોજેક્ટનાં લઘુમત ધારાધોરણો અને અન્ય ભલામણોનો અમલ થશે. પ્રસ્તાવનાનો પાઠ, મુખ્ય ઉદ્દેશનું પરીક્ષણ, ડીટીએસીમાં સામાન્ય દૂરુપયોગ વિરોધી જોગવાઈનાં સમાવેશ સાથે બીઇપીએસ પ્રોજેક્ટ મુજબ લાભની જોગવાઈનાં મર્યાદિત સરળીકરણને પરિણામે કરવેરાની આયોજિત વ્યૂહરચનાને નિયંત્રિત કરશે, જેમાં કરવેરાનાં નિયમોમાં ખામીઓ અને વિસંગતતાનો લાભ લેવામાં આવશે.

મુદ્દાસર વિગત:

અ) ભારત અને બ્રાઝિલ વચ્ચે હાલની ડીટીએસી પર 26 એપ્રિલ, 1988નાં રોજ સમજૂતી થઈ હતી તથા માહિતીનાં આદાનપ્રદાનનાં સંબંધમાં 15 ઓક્ટોબર, 2019નાં રોજ પ્રોટોકોલ હસ્તાક્ષર દ્વારા સુધારો થયો હતો. હાલનાં પ્રોટોકોલ દ્વારા ડીટીએસીનાં વિવિધ અન્ય પાસાઓ પર સુધારો થયો છે.

બ) સંશોધિત ડીટીએસીથી જી-20 ઓઇસીડી બેઝ ઇરોઝન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ (બીઇપીએસ) પ્રોજેક્ટનાં લઘુતમ ધારાધોરણોનો અમલ અને અન્ય ભલામણોનો અમલ પણ થશે

પૃષ્ઠભૂમિઃ

ભારત અને બ્રાઝિલ વચ્ચે હાલની ડબલ ટેક્ષેશન એવોઇડન્સ કન્વેન્શન (ડીટીએસી) બહુ જૂની હતી, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી પ્રગતિ મુજબ સુધારવાની જરૂર હતી તેમજ જી-20 ઓઇસીડી બેઝ ઇરોઝન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ (બીઇપીએસ)માં સામેલ ભલામણોનાં અમલની પણ જરૂર હતી.

DS/RP