પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને મોરક્કો વચ્ચે પ્રત્યાર્પણ સમજૂતી પર હસ્તાક્ષર તથા ઔપચારિક સંમતિને પોતાની મંજૂરી આપી દીધી છે. 11થી 18 નવેમ્બર, 2018 દરમિયાન મોરક્કોનાં અતિ વિશિષ્ટ વ્યક્તિની પ્રસ્તાવિત યાત્રા દરમિયાન આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવશે.
લાભ :
આ સમજૂતીથી આર્થિક અપરાધ, આતંકવાદ અને અન્ય ગંભીર અપરાધોનાં આરોપીઓ/ભાગેડુઓને બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ કરવા માટે એક મજબૂત કાયદેસર આધાર મળશે. આ સંધિ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે, જેથી ભારત અને મોરક્કો બંને દેશોનાં રાષ્ટ્રીય હિતો વિરૂદ્ધ કામ કરનાર અપરાધી તત્ત્વો પર કાર્યવાહી કરી શકાશે.
J.Khunt/RP