Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને મોરોક્કો વચ્ચે આતંકવાદનો સામનો કરવા સંયુક્ત કાર્ય જૂથ સ્થાપિત કરવા માટેનાં સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને મોરોક્કો વચ્ચે આતંકવાદનો સામનો કરવા માટે સંયુક્ત કાર્ય જૂથ (જેડબલ્યુજી) સ્થાપિત કરવા માટેનાં એક સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.

ભારત અને મોરોક્કો દ્વારા આતંકવાદનો સામનો કરવા પર જેડબલ્યુજીની સ્થાપનાથી આતંકવાદી હુમલાઓ સાથે સંબંધિત કેસોમાં મદદ મળશે. એટલે આ એમઓયુ આતંકવાદી પ્રવૃત્તિઓ પર માહિતી મેળવવા/માહિતીનું આદાન-પ્રદાન કરવા માટે આધાર બનશે.

RP