Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને મોરોક્કો વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને મોરોક્કો વચ્ચે ન્યાયિક ક્ષેત્રનાં વિકાસ, પ્રોત્સાહન માટે તથા પારસ્પરિક સાથસહકારને મજબૂત કરવા માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી છે.

અસર

આ મંજૂરીથી ભારત અને મોરક્કો વચ્ચે ન્યાયિક ક્ષેત્ર અને અન્ય કાયદાકીય બાબતો માટે સાથસહકારને પ્રોત્સાહન મળશે તેમજ બંને દેશો આ ક્ષેત્રમાં માળખાગત સુવિધા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં માહિતી કે જાણકારીનું આદાનપ્રદાન કરવામાં સક્ષમ બનશે.

DK/NP/GP