Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને રશિયાનાં વચ્ચેરેલવે ક્ષેત્રમાંથયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત સરકારનાં રેલવે મંત્રાલય અંતર્ગત કાર્યરત રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન અને રશિયાનાં રેલવે રિસર્ચ ઇન્સ્ટીટયુટ તથા રશિયાના રિસર્ચએન્ડ ડીઝાઈન ઇન્સ્ટીટયુટ ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સિગ્નલિંગએન્ડ ટેલિકમ્યુનિકેશનઓનરેલવે ટ્રાન્સપોર્ટેશનવચ્ચે સહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી.

 

આ એમઓયુ સંયુક્તપણે સહમતિ પ્રાપ્ત સહકારલક્ષી વિવિધ પ્રોજેક્ટનાં અમલીકરણ, માહિતીનાં આદાનપ્રદાન, નિષ્ણાતની બેઠકો, સેમિનારો, ટેકનિકલ મુલાકાતોની સુવિધાઆપશે.

 

આ એમઓયુ એપ્રિલ, 2019માં થયાં હતાં.

 

J.Khunt/RP