પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને સમાવા વચ્ચે કરવેરા સાથે સંબંધિત માહિતીના આદાનપ્રદાન માટે થયેલી સમજૂતીને મંજૂરી આપી છે.
સમજૂતી કરવેરાના હેતુસર ભારત અને સમાવા વચ્ચે માહિતીના આદાનપ્રદાનના પ્રવાહને પ્રોત્સાહન આપશે, જે કરવેરાની ચોરી અને કરવેરાને ટાળવાની પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવામાં મદદરૂપ થશે.
અત્યારે તેની નાણાકીય અસરો જોવા નહીં મળે. 500 ડોલરથી વધારે ખર્ચના સંબંધમાં જ ભારત દ્વારા તેનું વહન કરવામાં આવશે. આ પ્રકારની કરવેરાની માહિતીના આદાનપ્રદાનની સમજૂતીમાં ભારત આ જ પ્રકારની જોગવાઈ ધરાવે છે.
સમજૂતીની મુખ્ય ખાસિયતો:
1. સમજૂતી ભારત અને સમાવાની સક્ષમ ઓથોરિટીને માહિતીના આદાનપ્રદાન મારફતે સહાય પ્રદાન કરવા સક્ષમ બનાવે છે, જે આ સમજૂતી દ્વારા આવરી લેવાયેલા કરવેરા સાથે સંબંધિત બંને દેશોના સ્થાનિક કાયદા લાગુ કરવા અને વહીવટી દ્રષ્ટિએ પ્રાસંગિક છે.
2. આ સમજૂતી હેઠળ પ્રાપ્ત થતી દરેક માહિતીને ગોપનીય ગણવામાં આવશે અને આ સમજૂતી હેઠળ આવરી લેવાયેલ આકારણી, કલેક્શન, લાગુ, ફરિયાદી કે અપીલ નક્કી કરવા સાથે સંબંધિત વ્યક્તિઓ કે ઓથોરિટીઝ (કોર્ટ કે વહીવટી સંસ્થાઓ સામેલ છે) સમક્ષ જાહેર કરી શકાય છે. માહિતી મોકલનાર દેશની લેખિત પૂર્વસંમતિ સાથે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા કે ઓથોરિટી કે કાર્યક્ષેત્રને માહિતી આપી શકાશે.
3. આ સમજૂતી સમજૂતી હેઠળ “કોઈ પણ મતભેદ ઉકેલવા કે પ્રક્રિયા પર સંમતિ સાધવા” પારસ્પરિક સમજૂતી પ્રક્રિયા પણ પ્રદાન કરશે.
4. સમજૂતી લાગુ કરવા બંને દેશોના સંબંધિત કાયદા દ્વારા જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા જાહેરનામાની તારીખે સમજૂતીનો અમલ શરૂ થશે.
પૃષ્ઠભૂમિ:
કેન્દ્ર સરકારને આવકવેરા ધારા, 1961ની કલમ 90 હેઠળ, આવકવેરાની ભરપાઈ ટાળવા કે કરચોરી અટકાવવા માહિતીના આદાનપ્રદાન માટે વિદેશી રાષ્ટ્ર કે ચોક્કસ વિસ્તાર સાથે સમજૂતી કરવાનો અધિકાર છે. કરવેરા સાથે સંબંધિત માહિતીના આદાનપ્રદાન માટે સમજૂતી કરવા વાટાઘાટોને ભારત અને સમાવા વચ્ચે જૂન, 2016માં અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો અને બંને દેશો સમજૂતી પર સંમત થયા છે.
TR