Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને સાયપ્રસ વચ્ચે મર્ચન્ટ શિપિંગ પર થયેલી સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એપ્રિલ, 2017માં ભારત અને સાયપ્રસ વચ્ચે મર્ચન્ટ શિપિંગ પર થયેલી સમજૂતીને કાર્યોત્તર મંજૂરી આપી હતી.

મર્ચન્ટ શિપિંગમાં સમજૂતી બંને દેશો વચ્ચે દરિયાઈ વેપારના વિકાસમાં અવરોધરૂપ બની શકે તેવા કોઈ પણ પરિબળને દૂર કરવા સહકાર આપવા માટેનો માર્ગ મોકળો કરશે. એમઓયુ બંને દેશો વચ્ચે અને ત્રીજા દેશોમાંથી પણ ચીજવસ્તુઓના પરિવહનમાં સહભાગીતાને પ્રોત્સાહન આપશે. એમઓયુ રોજગારી માટે સહકાર વધારવા, કામની શરતો સુધારવા અને એકબીજાના જહાજો પર નાવિકોના કલ્યાણ માટે સહકાર વધારશે.

AP/J.Khunt/TR/GP