Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને સિંગાપોર વચ્ચેના વ્યાપક આર્થિક સહયોગ કરાર (સીઈસીએ)માં સુધારાના બીજા પ્રોટોકોલને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પાછલી અસરથી અમલમાં આવે તે રીતે ભારત અને સિંગાપોર વચ્ચેના વ્યાપક આર્થિક સહયોગ કરાર (CECA)માં સુધારાના બીજા પ્રોટોકોલની મંજૂરી આપી દીધી છે, સીઈસીએ પર 24 ઓગસ્ટ, 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

લાભઃ

બીજા પ્રોટોકોલ પર હસ્તાક્ષરથી બંને પક્ષો વચ્ચે વ્યાપારમાં વ્યાપક સુધારો થશે તથા ભારત અને સિંગાપોર વચ્ચે આર્થિક સહયોગ મજબૂત બનશે. સીઈસીએની ઉપયોગીતામાં પણ સુધારો થશે.

 

RP