પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇસ વચ્ચે ચિકિત્સાની પરંપરાગત વ્યવસ્થાઓનાં ક્ષેત્રમાં સહયોગ વિશે પ્રસ્તાવિત સમજૂતીકરાર (એમઓયુ)ને કાર્યોત્તર સ્વીકૃતિ પ્રદાન કરી છે. આ એમઓયુ પર 11 સપ્ટેમ્બર, 2019નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં.
લાભઃ
આ એમઓયુથી ચિકિત્સાની પરંપરાગત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે ભારત અને સેન્ટ વિન્સેન્ટ તથા ગ્રેનેડાઇસ વચ્ચે સહયોગ માટે એક માળખું ઉપલબ્ધ થશે. એનાથી આ ક્ષેત્રમાં બંને દેશોને પારસ્પરિક લાભ થશે. એનાથી ભારત અને સેન્ટ વિન્સેન્ટ તથા ગ્રેનેડાઇસમાં ચિકિત્સાની પરંપરાગત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અને પ્રચાર કરવામાં મદદ મળશે. આ સમજૂતીકરારમાં ઉલ્લેખિત કામગીરીઓથી ભારત અને સેન્ટ વિન્સેન્ટ તથા ગ્રેનેડાઇસમાં ચિકિત્સાની આયુષ વ્યવસ્થાઓનાં મહત્ત્વને પ્રોત્સાહન મળશે. સમજૂતીકરારનાં પરિણામસ્વરૂપે ચિકિત્સાની પરંપરાગત વ્યવસ્થાઓમાં સહયોગપૂર્ણ સંશોધન કરનાર ચિકિત્સકો અને વૈજ્ઞાનિકોની તાલીમ માટે નિષ્ણાતોનાં આદાનપ્રદાનથી ઔષધિ વિકાસ અને પરંપરાગત ચિકિત્સાનાં વ્યવસાયમાં ઇનોવેશનને પ્રોત્સાહન મળવાની આશા છે.
DS/RP