પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને બ્રિટન તથા ઉત્તર આયર્લેન્ડ વચ્ચે પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યપાલનનાં ક્ષેત્રોમાં સાથ-સહકાર વધારવા માટેના સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી. આ સમજૂતીકરાર પર 17.04.2018નાં રોજ હસ્તાક્ષર થયા હતાં.
આ સમજૂતીકરારનો ઉદ્દેશ ભારતીય પશુપાલકો અને માછીમારોનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાનો છે. આ માટે પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યપાલનનાં ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વિકસિત કરવાનો હેતુ છે.
અસરઃ
આ જોડાણથી સ્થાનિક ઉદ્યોગ અને નિકાસ માટે ડેરી, મત્સ્યપાલન અને પશુઓની ઉત્પાદકતા વધારીને પશુપાલકોની સ્થિતિ, તેમનું પાલનપોષણ અને મત્સ્યપાલનનાં ક્ષેત્રમાં સુધારો થવાની આશા છે. આ સમજૂતીકરાર પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી ઉદ્યોગ પર નિમ્નલિખિત મુદ્દાઓ પર ચર્ચાવિચારણા અને સહયોગને પ્રોત્સાહન આપશેઃ
દરેક પક્ષનાં પ્રતિનિધિઓ ધરાવતું એક સંયુક્ત કાર્યદળ રચી શકાય છે, જેથી સંયુક્ત કાર્યક્રમ બનાવી શકાય તથા સહયોગ અને ચર્ચાવિચારણા કરી શકાય.
પૃષ્ઠભૂમિ:
પશુપાલન, ડેરી અને મત્સ્યપાલનનાં ક્ષેત્રોમાં સહયોગ માટે સમજૂતીકરાર પર ભારત તથા બ્રિટન અને ઉત્તર આયર્લેન્ડ વચ્ચે એપ્રિલ, 2018માં હસ્તાક્ષર થયાં હતાં. ભારત તરફથી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન વિભાગનાં પ્રતિનિધિઓ અને બ્રિટન તથા ઉત્તર આયર્લેન્ડ તરફથી પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતોનાં વિભાગનાં પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા હતાં.
NP/J.Khunt/GP/RP