Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભોપાલ મેમોરિયલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ભોપાલનાં જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર, સ્પેશ્યલ ગ્રેડ ડૉક્ટર અને શૈક્ષણિક મેડિકલ ફેકલ્ટીની નિવૃત્તિ વય વધારવા માટે મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં કેન્દ્રીય મંત્રીમંડળે ભોપાલ મેમોરિયલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ભોપાલનાં જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર, સ્પેશ્યલ ગ્રેડ ડૉક્ટર અને ટીચિંગ મેડિકલ ફેકલ્ટીની નિવૃત્તિની વયમર્યાદા કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવાનાં ડૉક્ટરો અને કેન્દ્ર સરકારની અન્ય હોસ્પિટલો/સંસ્થાઓમાં કામ કરનાર ડૉક્ટર્સને અનુરૂપ વધારીને 65 વર્ષ કરવા સંબંધિત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સ્વાસ્થ્ય સંશોધન વિભાગનાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

શૈક્ષણિક, બિન-શૈક્ષણિક અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવાની જાહેર સ્વાસ્થ્ય સબ-કેડર સહિત જનરલ ડ્યુટી મેડિકલ અધિકારીઓ અને નિષ્ણાતોની નિવૃત્તિની ઉંમરને જાન્યુઆરી, 2018માં જાહેર સૂચના સ્વરૂપે વધારીને 65 વર્ષ કરવામાં આવી છે.

સરકારનાં આ નિર્ણયથી બીએમએચઆરસી ફેકલ્ટી અને નિષ્ણાત ડૉક્ટરોની ઊણપ દૂર કરવામાં મદદ મળશે. સાથે-સાથે તેનાથી ભોપાલ ગેસ કરૂણાંતિકાનાં પીડિતો અને તેમનાં પરિવારનાં સભ્યોને ઉત્તમ ચિકિત્સા સેવા મળી શકશે.

NP/J.Khunt/RP