Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે મલેશિયા સાથે સંશોધિત હવાઈ સેવાઓની સંશોધિત સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મલેશિયા સાથે સંશોધિત હવાઈ સેવા સમજૂતી (એએસએ)ને મંજૂરી આપવામાં આવી હતી.

એએસએમાં સુધારાની શરૂઆત 2011માં થઈ હતી. જોકે કલમ 13માં આવકના રેમિટન્સ સાથે સંબંધિત કેટલાક ફેરફારને કારણે સમજૂતી પર હસ્તાક્ષર થઈ શક્યા નહોતા. આઇસીએએન 2016માં આયોજિત બેઠક દરમિયાન મલેશિયા ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા કથિત કલમમાં સૂચિત ફેરફારો પર સંમત થયું હતું.

હવાઈ સેવા સમજૂતીની ખાસિયતો

•વર્તમાન એએસએ પર 1974માં હસ્તાક્ષર થયા હતા એટલે વર્તમાન એએસએને સુધારવાની, અપડેટ કરવાની અને તેને આધુનિક સ્વરૂપ આપવાની જરૂર નથી

•વર્તમાન એએસએની જોગવાઈઓને આઇસીએઓના આધુનિક ટેમ્પ્લેટ મુજબ બદલવામાં આવી છે.

•ત્રીજા દેશની એરલાઇન્સ માટે સહકાર સ્થાપિત કરવા માર્કેટિંગ ગોઠવણને ઉમેરવામાં આવી છે.

•સ્થાનિક કોડશેર પર જોગવાઈ ઉમેરવામાં આવી છે.

•‘સલામતી અને સુરક્ષા’ પર કલમોને સંશોધિત એએસએમાં ઉમેરવામાં આવી છે.

•‘ઇન્ટરમોડલ સર્વિસીસ’ સાથે સંબંધિત કલમને સંશોધિત એએસએમાં ઉમેરવામાં આવી છે, જે અન્ય પક્ષના વિસ્તારમાં કોઈ પણ પોઇન્ટમાંથી કોઈ પણ ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ મારફતે અવરજવર કરવા એર પેસેન્જર્સ અને કાર્ગોને મંજૂરી આપશે

TR