પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મેટરનિટી બેનિફિટ પ્રોગ્રામ (માતૃત્વ લાભ કાર્યક્રમ)નો સમગ્ર ભારતમાં અમલ કરવા કાર્યોત્તર મંજૂરી આપી છે, જેને હવે દેશના તમામ જિલ્લાઓમાં લંબાવવામાં આવી છે, જે 01.01.2017થી અમલમાં છે. પ્રધાનમંત્રીએ 31.12.2016ના રોજ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં મેટરનિટી બેનિફિટ પ્રોગ્રામનો અમલ સંપૂર્ણ ભારતમાં કરવાની જાહેરાત કરી હતી.
મેટરિનિટી બેનિફિટ પ્રોગ્રામ રોકડ પ્રોત્સાહનની દ્રષ્ટિએ વેતનના નુકસાન સામે વળતર પ્રદાન કરશે, જેથી મહિલાઓ પ્રસૂતિ પૂર્વ અને પછી પર્યાપ્ત આરામ મેળવી શકે છે તથા યોગ્ય પોષણથી વંચિત નહીં રહે.
01.01.2017થી 31.03.2020ના ગાળા માટે દરખાસ્તનો કુલ ખર્ચ રૂ. 12,661 કરોડ છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો હિસ્સો સામેલ છે. 01.01.2017થી 31.03.2020ના ગાળા દરમિયાન ભારત સરકારનો હિસ્સો આશરે રૂ. 7932 કરોડ હશે.
યોજનાનો ઉદ્દેશ
1) રોકડ પ્રોત્સાહનની દ્રષ્ટિએ વેતનના નુકસાન સામે વળતર પ્રદાન કરવું, જેથી પ્રથમ જીવિત બાળકની પ્રસૂતિ પૂર્વે અને પછી મહિલા પર્યાપ્ત આરામ મેળવી શકે.
2) રોકડ પ્રોત્સાહન ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતા (પીડબલ્યુએન્ડએલએમ)ના સ્વાસ્થ્યમાં સુધારા તરફ દોરી જશે, જેથી વૃદ્ધિમાં અવરોધ, નબળાઈ અને અન્ય સંબંધિત સમસ્યાઓથી ઓછા પોષણની અસરોમાં ઘટાડો થશે.
લક્ષિત જૂથ
તમામ લાયક ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ (પીડબલ્યુએન્ડએલએમ), જેમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે જાહેર ક્ષેત્રના સાહસોમાં કાયમી રોજગારી ધરાવતી ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ અથવા આ પ્રકારના કોઈ કાયદા હેઠળ આવા જ લાભ મેળવતી મહિલાઓ સામેલ નથી. એમડબલ્યુસીડી દ્વારા પ્રથમ જીવત બાળકના જન્મ માટે ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને ત્રણ હપ્તામાં રૂ. 5000/-નો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે અને બાકીની રકમ સંસ્થાગત પ્રસૂતિ પછી વર્તમાન કાર્યક્રમો હેઠળ માતૃત્વ લાભ માટેના મંજૂર નીતિનિયમો મુજબ રોકડ પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવશે, જેથી મહિલાને સરેરાશ રૂ. 6000/- મળશે.
શરતો અને હપ્તા
લાયક ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને નીચે આપેલા ટેબલ મુજબ જુદા જુદા તબક્કાઓમાં ત્રણ હપ્તાઓમાં રૂ. 5000/-નો રોકડ લાભ મળશે.
|
પ્રથમ હપ્તો |
· ગર્ભાવસ્થાની વહેલાસર નોંધણી. |
1,000/- |
|
બીજો હપ્તો |
· પ્રસૂતિ પૂર્વે ઓછામાં ઓછી એક વખત ચકાસણી થાય છે (ગર્ભાવસ્થાના 6 મહિના પછી) |
2,000/- |
|
ત્રીજો હપ્તો |
· બાળકના જન્મની નોંધણી થાય છે. · બાળકને બીસીજી, ઓપીવી, ડીપીટી અને હિપેટાઇટિસ-બી કે તેને સમકક્ષ/વિકલ્પ સ્વરૂપે રસીઓનું પ્રથમ ચક્ર મળે છે. |
2,000/- |
રોકડ હસ્તાંતરણ | શરતો |
રકમ ( રૂ.માં) |
|---|
નીતિનિયમો મુજબ, લાયક લાભાર્થીઓને સંસ્થાગત પ્રસૂતિ પછી વર્તમાન કાર્યક્રમો હેઠળ માતૃત્વ લાભ માટે બાકીની રકમ રોકડ પ્રોત્સાહન સ્વરૂપે મળતી રહેશે, જેથી મહિલાને સરેરાશ રૂ 6000/- મળશે.
લાભાર્થીઓને રોકડ હસ્તાંતરણની પદ્ધતિ શરતી રોકડ હસ્તાંતરણ યોજના ડીબીટી પદ્ધતિમાં હશે.
પૃષ્ઠભૂમિ:
ભારત સરકાર એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે કે દરેક મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિના સમયે પર્યાપ્ત સાથસહકાર અને સ્વાસ્થ્ય સંબંધિત સારસંભાળ મળે તથા દરેક નવજાત બાળકને સમયસર રસી મળે, જે માતા અને નવજાત બાળક એમ બંનેના સ્વાસ્થ્ય માટેનો પાયો છે. સામાન્ય રીતે મહિલાઓ પ્રથમ ગર્ભાવસ્થામાં નવા પ્રકારના પડકારો અને તનાવનો સામનો કરે છે. એટલે આ યોજનાનો ઉદ્દેશ માતાને સલામત પ્રસૂતિ અને પ્રથમ જીવિત બાળકનું રસીકરણ સુનિશ્ચિત કરવાનો છે. ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો કરતી વર્તણૂંક માતા અને બાળક એમ બંનેના સ્વાસ્થ્યમાં સુધારા તરફ દોરી જશે.
AP/J.Khunt/TR/GP
A decision that will safeguard the rights & interests of women. https://t.co/OVKSpkDo6O
— Narendra Modi (@narendramodi) May 17, 2017