Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે માર્ચ, 2020 સુધી ઉત્તર પૂર્વ માટે એનએલસીપીઆર યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે વર્તમાન નોન લેપ્સેબલ સેન્ટ્રલ પૂલ ઓફ રિસોર્સીસ (એનએલસીપીઆર) સ્કીમ માર્ચ, 2020 સુધી રૂ. 5300.00 કરોડનાં ખર્ચ સાથે જાળવી રાખવાની મંજૂરી આપી છે, જેમાં ફંડિંગની પેટર્ન 90:10 રહેશે. તે હાલ ચાલુ પ્રોજેક્ટને પૂર્ણ કરવા સક્ષમ બનાવશે.

કેન્દ્રિય મંત્રીમંડળે 2017-18થી “નોર્થ ઇસ્ટ સ્પેશ્યલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સ્કીમ” (એનઇએસઆઇડીએસ) નામની નવી કેન્દ્રિય ક્ષેત્રની યોજના પ્રસ્તુત કરવાની મંજૂરી પણ આપી છે, જેમાં માર્ચ, 2020 સુધીમાં ચોક્કસ ક્ષેત્રોમાં માળખાનું સર્જન કરવામાં ગેપ ભરવામાં કેન્દ્ર સરકાર 100 ટકા ફંડ આપશે.

એનઇએસઆઇડીએસની ખાસિયતોઃ

નવી યોજના નીચેનાં ક્ષેત્રો અંતર્ગત માળખાનાં સર્જનને વિસ્તૃતપણે આવરી લેશે : 

ક) પાણી પુરવઠો, વીજળી, જોડાણ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેનાં વિશેષ પ્રોજેક્ટ સાથે સંબંધિત ભૌતિક માળખું; 

ખ) શિક્ષણ અને સ્વાસ્થ્યનાં સામાજિક ક્ષેત્રોનું માળખું. 

એનઇએસઆઇડીએસનાં ફાયદા: 

એનઇએસઆઇડીએસની નવી યોજના અંતર્ગત ઊભી કરવામાં આવનારી અસ્કયામતોથી વિસ્તારમાં હેલ્થકેર અને શૈક્ષણિક સુવિધાઓ મજબૂત થવાની સાથે પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે, જેથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન થશે. આ યોજના આગામી વર્ષોમાં વિસ્તારનાં સંપૂર્ણ વિકાસમાં ઉદ્દીપકની જેમ કામ કરશે. 

GP