Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે મુખ્ય બંદરોમાં પોર્ટ આધારિત ઉદ્યોગોને દરિયાકિનારે અને સંલગ્ન જમીન આપવા માટેની નીતિને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મુખ્ય બંદરો અને તેના સંચાલનમાં બંદર આધારિત ઉદ્યોગોને દરિયાકિનારા અને તેની સાથે સંલગ્ન જમીન આપવા માટેની નીતિને મંજૂરી આપી છે.

આ નીતિ પોતાની માલિકીની સુવિધાઓ માટેની પ્રક્રિયામાં એકસૂત્રતા અને પારદર્શકતા લાવશે. તે મુખ્ય બંદરોને ક્ષમતાના મહત્તમ ઉપયોગ માટે સક્ષમ બનાવશે અને મુખ્ય બંદર સત્તામંડળને આવક વધારવા સક્ષમ બનાવશે. નીતિની કામગીરીમાં નવી અસ્કયામતો ઊભી કરવાનું તેમજ વર્તમાન વપરાશ ન થતી અસ્કયામતો જેમ કે ખાલી ગોદીઓનો ઉપયોગ કરવાનું સામેલ છે. આ નીતિ તમામ મુખ્ય બંદરોને લાગુ પડશે.

આ નીતિ હેઠળ કાર્ગોની આયાત અને/અથવા નિકાસ માટે અને તેમના સ્થાન સુધી પરિવહન અગાઉ તેમના સંગ્રહ માટે મુખ્ય બંદરોમાં પ્રતિબદ્ધ સુવિધાઓ સ્થાપિત કરવા બંદર આધારિત ઉદ્યોગો (પીડીઆઇ)ને કન્સેશન (છૂટછાટ) મહત્તમ 30 વર્ષના ગાળા માટે આપવામાં આવશે. છૂટછાટ સમજૂતી મુજબ અસ્કયામતોના વપરાશ અંતર્ગત શરતો પર છૂટછાટનો ગાળો લંબાવવામાં આવી શકે છે.

મહત્તમ 30 વર્ષની કામગીરી પછી મુખ્ય બંદરમાં દરિયાકિનારા અને સંબંધિત જમીન ગોદીઓના નિર્માણ, જહાજના લંગર માટે, ટ્રાન્શિપમેન્ટ જેટી, સિંગલ પોઇન્ટ મૂરિંગ્સ વગેરેના નિર્માણ માટે ફાળવવામાં આવશે. તે બંદર સત્તામંડળ અને સંબંધિત પીડીઆઈ વચ્ચે થયેલ છૂટછાટની સમજૂતી (સીએ)ની શરતો અને નિયમો મુજબ હશે.

મુખ્ય બંદરોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે 1996 અને 1998માં જહાજ મંત્રાલય (એમઓએસ) દ્વારા ઇશ્યૂ થયેલ વર્તમાન માર્ગદર્શિકાઓ હેઠળ કેન્દ્ર/રાજ્યના સરકારી ક્ષેત્રના સાહસો (પીએસયુ) સહિત બંદર આધારિત ઉદ્યોગોને સ્વતંત્ર ધોરણે દરિયાકિનારા અને જમીનની ફાળવણી કરવાની જોગવાઈ થઈ છે, જે લાયકાતના માપદંડને પૂર્ણ કરે છે. આ માર્ગદર્શિકાને પગલે કેટલાક મુખ્ય બંદરોમાં કેટલીક ગોદીઓ અને સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી હોવા છતા આ પ્રકારની સુવિધાઓના વિકાસ માટે સંભવિતતા હજુ સાકાર થઈ નથી.

ભારત સરકાર આર્થિક વૃદ્ધિ માટે મુખ્ય સક્ષમકર્તા તરીકે સાગરમાલા કાર્યક્રમ મારફતે બંદર સંચાલિત વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. આ સંદર્ભમાં મુખ્ય બંદરોની જમીન અને દરિયાકિનારાનો મહત્તમ વપરાશ મહત્ત્વપૂર્ણ છે. આ નીતિનો ઉદ્દેશ સ્વતંત્ર સુવિધાઓ આપવા માટેની પ્રક્રિયામાં એકસૂત્રતા અને પારદર્શકતા સુનિશ્ચિત કરવાનો છે. આ નીતિ પોતાના કાર્ગોના આયાત અને/અથવા નિકાસ માટે મુખ્ય બંદર પર નોંધપાત્ર રીતે આધારિત ઉદ્યોગો દ્વારા પ્રતિબદ્ધ બંદર સુવિધાઓના વિકાસ અને કામગીરીને સુલભ કરીને લાંબા ગાળાના આધારે મુખ્ય બંદરો માટે પ્રતિબદ્ધ વ્યવસ્થા ઊભો કરવા મદદ કરશે, જેથી બંદર સંચાલિત વિકાસના ઉદ્દેશોને પાર પાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

પૃષ્ઠભૂમિ:

ભારત સરકાર રાષ્ટ્રીય આર્થિક સમૃદ્ધિના લક્ષ્યાંકને હાંસલ કરવા દેશમાં ભૌતિક અને સામાજિક માળખાનું સ્તર અને ગુણવત્તા સુધારવા પ્રતિબદ્ધ છે. આ લક્ષ્યાંક પાર પાડવા સરકારે સરકારી યુટિલિટીઝ અને સેવાઓની જોગવાઈમાં કાર્યકારી કાર્યદક્ષતા અને ખાનગી ક્ષેત્રનું રોકાણ મેળવવાના માધ્યમ તરીકે સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) માટે નોંધપાત્ર ભૂમિકાની કલ્પના કરી છે. પીપીપી/સ્વતંત્ર ધોરણે પોર્ટ આધારિત ઉદ્યોગોને દરિયાકિનારા અને સંબંધિત જમીન ફાળવવી એક ક્ષેત્ર છે, જેની મુખ્ય બંદરોમાં ખાનગી ક્ષેત્રમાં સહભાગીતા/રોકાણ માટે ઓળખ કરવામાં આવી છે.

TR