પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે મેડ-અપ્સ સેક્ટરમાં રોજગારીના સર્જન અને નિકાસને વેગ આપવા સુધારાને મંજૂરી આપી છે.
મેડ-અપ્સ સેક્ટરમાં આગામી ત્રણ વર્ષમાં 11 લાખ વ્યક્તિઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી આપવાના હેતુસર એપેરલ પેકેજ માટે રૂ. 6,006 કરોડના મંજૂર બજેટની અંદર નિશ્ચિત સમયમર્યાદામાં નીચેની કામગીરીને મંજૂર કરવામાં આવી છે:-
1. ગાર્મેન્ટ ક્ષેત્રની જેમ મેડ-અપ્સને 3 વર્ષના ગાળા પછી વધારાના ઉત્પાદન અને રોજગારીને આધારે સંવર્ધિત ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (ટીયુએફએસ) મારફતે ઉત્પાદનમાં વધુ 10 ટકા સબસિડી પ્રદાન કરવી.
2. એપેરલ માટેની પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (પીએમપીઆરપીવાય) સ્કીમ મેડ-અપ્સ સેક્ટરમાં શરૂ કરવી, જેથી મેડ-અપ્સ સેક્ટરને વિશેષ પ્રોત્સાહન આપવા ઇપીએફઓમાં સામેલ તમામ નવા કર્મચારીઓને પ્રથમ ત્રણ વર્ષની રોજગારી માટે પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (પીએમઆરપીવાય) હેઠળ અત્યારે 8.33 ટકા ઉપરાંત કંપનીનો 3.67 ટકા હિસ્સો પ્રદાન થશે.
3. મેડ-અપ્સની નિકાસ પર ડ્યુડી ડ્રોબેકમાં વધારો કરવા મેડ-અપ્સ સેક્ટરને રિબેટ ઓફ સ્ટેટ લેવીઝ (આરઓએસએલ) યોજનાનો લાભ આપવો.
4. શ્રમ કાયદાનું સરળીકરણ:
(i) મેડ-અપ્સ ઉત્પાદન ક્ષેત્રમાં ત્રિમાસિક ગાળાદીઠ 100 કલાક સુધી ઓવરટાઇમ કરવાની છૂટ આપવી,
(ii) દર મહિને રૂ. 15,000થી ઓછી આવક ધરાવતા કર્મચારીઓ માટે ઇપીએફમાં એમ્પ્લોયીનું પ્રદાન વૈકલ્પિક બનાવવું.
આ કાર્યોથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં રોજગારી વધશે અને 11 લાખ વ્યક્તિઓ માટે રોજગારી ઊભી થશે તેવી અપેક્ષા છે, જે નિકાસમાં વૃદ્ધિ તરફ દોરી જશે તથા ટેક્સટાઇલ અને એપેરલ ક્ષેત્રમાં કામદારોને લાભ વધારશે.
TR