Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે રાંચીમાં હેવી એન્જિનીયરિંગ કોર્પોરેશન (એચઇસી) લિમિટેડ દ્વારા ઝારખંડ સરકારને જમીનના હસ્તાંતરણને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં રાંચીમાં સ્થિત હેવી એન્જિનીયરિંગ કોર્પોરેશન (એચઇસી) લિમિટેડ દ્વારા હાલ ઉપયોગ ન થતી જમીનના મોનેટાઇઝેશન (મુદ્રીકરણ) માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમાં કંપનીની 675.43 એકર જમીનનું હસ્તાંતરણ ઝારખંડ સરકારને થશે. તેનાથી એચઇસીને રૂ. 742.98 કરોડનું ભંડોળ ઊભું કરવામાં મદદ મળશે અને આ નાણાંનો ઉપયોગ કર્મચારીઓની બાકી નીકળતી રકમ ચુકવવા માટે થશે, જેમાં નિવૃત્ત કર્મચારીઓને ગ્રેચ્યુઇટી, પીએફ, લીવ એન્કેશમેન્ટ અને નિવૃત્તિના અન્ય લાભ સામેલ છે. નાણાં એચઇસીને સરકારી બાકી નીકળતી રકમ, બેંકર્સની બાકી નીકળતી રકમ અને અન્ય તાત્કાલિક જવાબદારીઓ અદા કરવા માટે પણ થશે.

જમીનનું હસ્તાંતરણ ઝારખંડ સરકારની તેના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને જાહેર જનહિતમાં રાંચીમાં અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે જરૂરિયાતો પણ પૂર્ણ કરશે.

TR