પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે રાષ્ટ્રીય નાણાકીય સૂચના સત્તામંડળ (એનએફઆરએ)ની સ્થાપના કરવાની અને એનએફઆરએ માટે અધ્યક્ષનું એક પદ, પૂર્ણકાલિન સભ્યોનાં ત્રણ પદ અને એનએફઆરએ માટે સચિવનાં એક પદનાં પ્રસ્તાવને મંજૂરી પ્રદાન કરી છે.
આ નિર્ણયનો ઉદ્દેશ એનએફઆરએની સ્થાપના ઓડિટિંગ વ્યવસાયનાં સ્વતંત્ર નિયમનકાર તરીકે કરવાનો છે, જે કંપની ધારા, 2013 દ્વારા થયેલા પરિવર્તનોમાં એક છે. નાણાકીય સંબંધિત સ્થાયી સમિતિની વિશિષ્ટ ભલામણો (તેનો 21મો અહેવાલ)માં આ જોગવાઈ સામેલ કરવાની હતી.
અસર:
આ નિર્ણયથી વિદેશ/દેશમાં રોકાણમાં સુધારો કરવામાં, આર્થિક વિકાસમાં વૃદ્ધિ મેળવવા, આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓને અનુરૂપ વેપારનાં વૈશ્વિકરણને મંજૂરી તથા ઓડિટિંગ વ્યવસાયનાં સતત વિકાસમાં સહાયતા મળશે.
અધિકાર ક્ષેત્ર:
કાયદાની કલમ 132 અંતર્ગત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને તેમની કંપનીઓની તપાસ કરવા માટે એનએફઆરએનાં કાર્યક્ષેત્રમાં સૂચીબદ્ધ કંપનીઓ અને મોટી બિન-સૂચીબદ્ધ કંપનીઓને લાવવાની છે, જે નિયમોમાં નિર્ધારિત અપેક્ષાને અનુરૂપ નથી. કેન્દ્ર સરકાર આ પ્રકારનાં એકમોની તપાસ માટે પણ કહી શકે છે, જે જાહેર હિત અંતર્ગત હોય.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધારા, 1949ની જોગવાઈઓ અનુસાર, આઈસીએઆઈની નિયમનકાર તરીકેની ભૂમિકા સામાન્ય રીતે તેનાં સભ્યો અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ સાથે સંબંધિત ઓડિટનાં સંબંધમાં વિશેષ સ્વરૂપે જાહેર થશે તથા પ્રારંભિક મર્યાદાની સીમાથી નીચે જાહેર બિન-સૂચીબદ્ધ કંપનીઓનાં નિયમોમાં અધિસૂચિત કરવામાં આવશે.
પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, પ્રસ્તાવિત પ્રારંભિક મર્યાદા હેઠળ બિન-સૂચીબદ્ધ સરકારી કંપનીઓ અને આ કંપનીઓનાં ઓડિટનાં સંબંધમાં ગુણવત્તા સમીક્ષા બોર્ડ (ક્યુઆરબી) ગુણવત્તાયુક્ત ઓડિટ પણ ચાલુ રાખશે, જે એનએફઆરએ દ્વારા ક્યુઆરબીનું પ્રતિનિધિત્વ કરી શકે છે. ઉપરાંત આઇસીએઆઈ એનએફઆરએને તેની ભલામણો કરીને એકાઉન્ટિંગ અને ઓડિટિંગનાં ધારાધોરણોનાં સંબંધમાં તેની સલાહકારક ભૂમિકા નિભાવવાનું અને નીતિઓ ઘડવાનું ચાલુ રાખશે.
પૃષ્ઠભૂમિઃ
એકાઉન્ટિંગમાં કૌભાંડોને ધ્યાનમાં રાખીને વિશ્વમાં વિવિધ કાર્યક્ષેત્રોમાં અનુભવવામાં આવલી જરૂરિયાતો માટે એનએફઆરએની સ્થાપનાની જરૂર નથી, જેનો ઉદ્દેશ તેનું નિયમન કરતી વ્યવસ્થા ઉપરાંત સ્વતંત્ર નિયમનકારોને સ્થાપિત કરવાનો અને એકાઉન્ટિંગ માપદંડો લાગુ કરવાનો, એકાઉન્ટિંગ પરીક્ષાની ગુણવત્તા અને એકાઉન્ટ પરીક્ષા લેતી કંપનીઓની સ્વતંત્રતાને સુદ્રઢ બનાવવાનો છે. એટલે કંપનીઓની નાણાકીય સ્થિતિને પ્રકટ કરવામાં રોકાણકાર અને સરકારી તંત્રનો વિશ્વાસ વધારવાનો છે.
RP