Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા અધિકાર નીતિને મંજૂરી આપી


કેન્દ્રિય મંત્રીમંડળે ગઈકાલે નેશનલ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (આઈપીઆર) પોલિસીને મંજૂરી આપી હતી, જે ભારતમાં બૌદ્ધિક સંપત્તિ માટે ભવિષ્યનો માર્ગ તૈયાર કરશે. આ નીતિને પગલે ભારતમાં રચનાત્મક અને નવિનીકરણની તાકાતની વિપુલતાને તેમજ આ શક્તિનો લાભ લઈને તેને સહુ કોઈ માટે વધુ સારા અને ઉજ્જ્વળ ભવિષ્ય તરફ દોરી જવા કાયદેસર માન્યતા મળી છે.

નેશનલ આઈપીઆર પોલિસી એક એવો વિઝન ડોક્યુમેન્ટ છે, જેનું ધ્યેય તમામ પ્રકારની બૌદ્ધિક સંપત્તિ, સંબંધિત કાયદા અને એજન્સીઓ વચ્ચે એકરૂપતા સાધીને તેનો લાભ લેવાનું છે. તેના હેઠળ અમલીકરણ, દેખરેખ અને સમીક્ષા માટે સંસ્થાકીય સંરચના સ્થાન લેશે. તેનો ધ્યેય વિશ્વની શ્રેષ્ઠ પદ્ધતિઓને ભારતીય પરિપ્રેક્ષ્યમાં સ્વીકારીને અનુકૂળ બનાવવાનો છે. આ નીતિને પગલે સરકાર, સંશોધન અને વિકાસની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, એમએસએમઈ સહિતનાં કોર્પોરેટ એકમો, સ્ટાર્ટ-અપ્સ અને અન્ય ભાગીદારો વચ્ચે નવિનીકરણને સહાયક નીવડે તેવું વાતાવરણ સર્જવા માટે પરસ્પર સંકલન સધાશે, જેનાથી તમામ ક્ષેત્રોમાં રચનાત્મકતા અને નવિનીકરણ વધશે અને તે દેશમાં સ્થિર, પારદર્શી તેમજ સેવા-આધારિત આઈપીઆર વહીવટને પણ સહાયક નીવડશે.

આ નીતિ હેઠળ ભારત, આઈપીઆરના રક્ષણ માટે સુસ્થાપિત ટ્રિપ્સ-કમ્પ્લેઈન્ટ કાયદાકીય, વહીવટી અને ન્યાયસંબંધી ઢાંચો ધરાવે છે, તે સુનિશ્ચિત થશે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ લવચીકતા ઉપયોગમાં લેવાની સાથે સાથે તેના વિકાસલક્ષી હિતો પ્રત્યે પણ ધ્યાન આપીને તેની આંતરરાષ્ટ્રીય ફરજોને અનુરૂપ છે. આ નીતિ ભારતની દોહા ડેવલપમેન્ટ એજન્ડા અને ટ્રિપ્સ એગ્રીમેન્ટ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પુનરુક્તિ કરે છે.
વૈશ્વિક સ્તરે આઈપીઆરનું મહત્ત્વ સતત વધતું જઈ રહ્યું છે, ત્યારે ભારતમાં આઈપીઆર અંગે જાગૃતિ વધારવાની જરૂર છે, તે પછી પોતાનો આઈપીઆર (બૌદ્ધિક સંપત્તિ અધિકાર) હોય કે બીજાના આઈપીઆરને માન આપવાની વાત હોય. આઈપીઆરનું મહત્ત્વ વેચાણપાત્ર નાણાંકીય અસ્ક્યામત અને આર્થિક સાધન તરીકે પણ ધ્યાન પર લેવાની જરૂર છે. આ માટે, મંજૂર થયેલી પેટન્ટ્સના વ્યાપારીકરણ મુજબ ઘરઆંગણે બૌદ્ધિક સંપત્તિની નોંધણી વધે તે જરૂરી છે. નવિનીકરણ અને સંશોધન અને વિકાસ પર યોગ્ય ખર્ચ પણ ધ્યાન પર લેવા જેવા મુદ્દાઓ છે.

બોર્ડ દ્વારા અપાયેલી નેશનલ આઈપીઆર પોલિસીની રૂપરેખા આ મુજબ છે :

વિઝન સ્ટેટમેન્ટ :

ભારત, જ્યાં સહુના ભલા માટે બૌદ્ધિક સંપત્તિ દ્વારા રચનાત્મકતા અને નવિનીકરણને ઉત્તેજન આપવામાં આવે છે; ભારત, જ્યાં બૌદ્ધિક સંપત્તિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, કળા અને સંસ્કૃતિ, પારંપરિક જ્ઞાન અને જૈવવિવિધતા સંસાધનોના ઉભ્યુદયને પ્રોત્સાહન આપે છે; ભારત, જ્યાં જ્ઞાન એ વિકાસનું મુખ્ચ પરિચાલક રહ્યું છે અને પોતાની પાસે રહેલા જ્ઞાનને જ્ઞાનની વહેંચણીમાં પરિવર્તિત કરવામાં આવે છે.

મિશન સ્ટેટમેન્ટ :

ભારતમાં બૌદ્ધિક સંપત્તિના અધિકારોની ક્રિયાશીલ, ગતિશીલ અને સંતુલિત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું :
– રચનાત્મકતા અને નવિનીકરણને ઉત્તેજન આપવું અને એ માટે ઉદ્યોગસાહસિકતા તેમજ સામાજિક-આર્થિક તેમજ સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવું, અને

– સામાજિક, આર્થિક અને તકનિકી દ્રષ્ટિએ વ્યાપક મહત્ત્વ ધરાવતાં અન્ય ક્ષેત્રો ઉપરાંત સ્વાસ્થ્યસંભાળ, ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણને રક્ષણનો વ્યાપ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.

ધ્યેયો :

આ નીતિ હેઠળ સાત ધ્યેયો નક્કી કરવામાં આવ્યાં છે :

1. આઈપીઆર અંગે જાગૃતિ : પ્રસાર અને પ્રોત્સાહન – સમાજનાં તમામ વિભાગોમાં આઈપીઆરના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક લાભો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવી

2. આઈપીઆરની ઉત્પત્તિ – આઈપીઆરની ઉત્પત્તિ કાર્યપ્રવૃત્ત કરવી

3. કાયદા અને ન્યાયસંબંધી માળખું – આઈપીઆરના મજબૂત અને અસરકારક કાયદા, જે માલિકી અધિકારોના હિતોને બહોળા જાહેર હિત સાથે સંતુલિત કરે

4. વહીવટ અને સંચાલન – આઈપીઆરના સેવા-આધારિત વહીવટને આધુનિક તેમજ વધુ મજબૂત બનાવવો

5. આઈપીઆરનું વ્યાપારીકરણ – વ્યાપારીકરણ મારફતે આઈપીઆરનું મૂલ્ય મેળવવું

6. અમલબજવણી અને ચુકાદો – આઈપીઆરનું ઉલ્લંઘન થતું અટકાવવા માટે અમલબજવણી અને ચુકાદાનું તંત્ર મજબૂત બનાવવું

7. માનવ મૂડી વિકાસ – આઈપીઆર માટે માનવ સંસાધનો, સંસ્થાઓ અને શિક્ષણ, તાલીમ, સંશોધન અને કૌશલ્ય નિર્માણ અંગેની ક્ષમતાઓ વધારવી અને વધુ મજબૂત બનાવવી.

આ ધ્યેયો, વિગતવાર ક્રિયાયોજના દ્વારા હાંસલ કરવા. વિવિધ મંત્રાલયો વિભાગો દ્વારા લેવાતાં પગલાં પર ડીઆઈપીપી દ્વારા દેખરેખ રાખવી, જે ભારતમાં આઈપીઆરના સંકલન, માર્ગદર્શન, અમલીકરણ પર નિરીક્ષણ અને ભાવિ વિકાસ માટે નોડલ ડિપાર્ટમેન્ટ રહેશે.

નેશનલ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (આઈપીઆર) પોલિસી “ક્રિએટિવ ઈન્ડિયા; ઈનોવેટિવ ઈન્ડિયા: રચનાત્મક ભારત; અભિનવ ભારત” માટે પ્રયત્નશીલ રહેશે.

J.khunt