પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે સલામતી પર જાપાન સાથે સહકારકરાર (એમઓસી) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી હતી. એમઓસી પર ફેબ્રુઆરી, 2017માં હસ્તાક્ષર થયા હતા.
એમઓસી પર હસ્તાક્ષર નીચેના ક્ષેત્રોમાં સહકાર માટે સક્ષમ બનાવશેઃ
1. ટ્રેક સેફ્ટી (ઉદાહરણ તરીકે, રેલ વેલ્ડિંગ, રેલ ઇન્સ્પેક્શન, ટ્રેક સર્કિટ વગેરે) 2. રેલવે ટ્રેક સેફ્ટી સાથે સંબંધિત લેટેસ્ટ ટેકનોલોજી (ઓટોમેટિક ઇન્સ્પેક્શન ટેકનોલોજી વગેરે) 3. રોલિંગ સ્ટોક સેફ્ટી (ઉદાહરણ તરીકે મેઇન્ટેનન્સ વગેરે) 4. અકસ્માતના કારણોના વિશ્લેષણ પર આધારિત મોટા રેલવે અકસ્માતોના નિવારણ માટે વિચારણા સાથે આ એમઓસીના સ્કોપની અંદર બંને પક્ષો દ્વારા સંયુક્તપણે નિર્ધારિત અન્ય કોઈ પણ પ્રસ્તુત રેલવે સલામતીની બાબતનો સંયુક્તપણે નિર્ણય. આ એમઓસી ભારતીય રેલવે માટે રેલવે સેક્ટરમાં લેટેસ્ટ ડેવલપમેન્ટ અને નોલેજનું આદાનપ્રદાન અને વહેંચણી કરશે. આ એમઓસી હેઠળ સહકારમાં સંકળાયેલ હશેઃ
અ. નિષ્ણાતોનું આદાનપ્રદાન
બ. જાપાનમાં મુખ્ય સ્ટાફની તાલીમ
ક. માહિતી અને શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણી
ડ. અન્ય સંસ્થાઓ, કંપનીઓ અને મંત્રાલયોની સહભાગીતા સુનિશ્ચિત કરવી, જેમાં જાપાનની નેશનલ ટ્રાફિક સેફ્ટી એન્ડ એન્વાયર્મેન્ટલ લેબોરેટરીનું ભારત સરકારના રેલવે મંત્રાલયના રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (આરડીએસઓ)માં નોંધપાત્ર પ્રદાન સામેલ છે, જે તેમના સંબંધિત રાષ્ટ્રીય કાયદા અને નિયમનોને આધિન છે, જે યોગ્ય અને સંભવિત છે.
AP/J.Khunt/TR/GP