Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે લોકસભા 2019ની ચૂંટણી માટે અધિસૂચના જાહેર કરવા માટે મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે લોકસભા 2019ની ચૂંટણી માટે જન પ્રતિનિધિત્વ કાયદો 1951ની કલમ 14ની પેટાકલમ (2) અંતર્ગત બંધારણીય અધિસૂચના જાહેર કરવા માટે મંજૂરી આપી દીધી છે. એમાં ચૂંટણી પંચ દ્વારા પોતાની કાર્યવાહીમાં ભલામણો કરવામાં આવેલી તારીખો પર લોકસભાનાં સભ્યોને ચૂંટવા માટે સંસદીય ચૂંટણી ક્ષેત્રોને અપીલ કરવાની જોગવાઈ છે.

અસર

અધિસૂચના જાહેર કરવાથી 17મી લોકસભાની રચના કરવા માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ જશે.

*****

NP/J.Khunt/GP/RP