પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વિદેશોમાં રહેતા ભારતીયોના ભારત-વિકાસ ફાઉન્ડેશન (આઈડીએફ-ઓઆઈ) બંધ કરવા માટે મંજૂરી આપી દીધી છે, જેથી રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન અને સ્વચ્છ ભારત મિશન જેવા સરકારનાં મુખ્ય કાર્યક્રમો માટે પ્રવાસી ભારતીયોનાં યોગદાનને દિશા આપવા માટે તાલમેલ વધારી શકાય.
પૃષ્ઠભૂમિ :
અ. સરકારે 2008માં મંત્રીમંડળની મંજૂરીથી આઈડીએફ-ઓઆઈની સ્થાપના એક સ્વાયત્ત અને બિનનફાકારક ટ્રસ્ટ સ્વરૂપે થઈ હતી, જેથી ભારતની સામાજિક અને વિકાસ યોજનાઓમાં પ્રવાસી ભારતીયોનાં સ્વેચ્છાપૂર્વક યોગદાનને સરળ બનાવી શકાય.
બ. વિદેશોમાં રહેતાં ભારતીય સમુદાય પાસેથી દાન સ્વરૂપે ફાઉન્ડેશનને ડિસેમ્બર, 2008થી માર્ચ, 2015 વચ્ચે ફક્ત 36.80 લાખ રૂપિયા મળ્યાં હતાં, આઈડીએફ-ઓઆઈની 2015માં એક વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. સરકારનાં રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન અને સ્વચ્છ ભારત મિશન જેવા મુખ્ય કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા અને રાજ્ય સરકારો દ્વારા ઓળખ થયેલી સામાજિક અને વિકાસ યોજનાઓને આઈવીએફ-ઓઆઈનાં આદેશપત્રમાં સામેલ કરવામાં આવી છે.
ક. જોકે એપ્રિલ, 2015 અને માર્ચ, 2018 વચ્ચે ટ્રસ્ટને 10.16 કરોડ રૂપિયા પ્રાપ્ત થયાં, જેમાંથી પ્રાપ્ત મોટા ભાગની રકમ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન અથવા સ્વચ્છ ભારત મિશન સાથે જોડાયેલી હતી, જેનું સંચાલન તેમની સંબંધિત એજન્સીઓ દ્વારા અલગ-અલગ કરવામાં આવ્યું હતું. તાલમેલ વધારવા, ક્ષમતામાં સુધારો કરવા અને કામને ડબલ થતું અટકાવવા આઈડીએફ-ઓઆઈનાં ટ્રસ્ટ બોર્ડની નવમી બેઠકમાં ટ્રસ્ટને 31 માર્ચ, 2018નાં રોજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
RP