પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વિદેશ મંત્રાલયનાં ભાષાંતરકાર સંવર્ગમાં સંયુક્ત સચિવનાં સ્તરને સમકક્ષ બે પદ ઊભા કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
આ નિર્ણયથી ભાષાંતરકાર સંવર્ગની કુશળતામાં વધારો કરવામાં મદદ મળશે અને ભાષાંતરકારની તાલીમ માટે વિશેષ જરૂરિયાત પૂર્ણ કરવામાં મદદ મળશે.
આ પગલું નોંધપાત્ર રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સરકારનાં ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય અને બહુપક્ષીય જોડાણમાં વધારો કરવા માટે અર્થઘટન કરવાની વધી રહેલી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.
RP