Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે વિશેષ આર્થિક ઝોન (સંશોધન) ખરડો, 2019ને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિશેષ આર્થિક ઝોન (સેઝ) (સંશોધન) ખરડા, 2019ને રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે, જે વિશેષ આર્થિક ઝોન (સેઝ) (સંશોધન) વટહુકમ, 2019 (2019નો 12મો)નું સ્થાન લેશે. આ ખરડો સંસદનાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.

 

વિશેષ આર્થિક ઝોન ધારા, 2005ની કલમ 2ની પેટાકલમ (5)માં સુધારો કર્યા પછી કેન્દ્ર સરકારે નોટિફાઈ કરેલ કોઈ પણ ટ્રસ્ટ કે કોઈ પણ સંસ્થા વિશેષ આર્થિક ઝોનમાં એકમ સ્થાપિત કરવાની મંજૂરી મેળવવા માટે કેન્દ્ર સરકાર વિચારણા કરે એ માટે પાત્ર બનશે.

 

J.Khunt/RP