Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે વેપાર ઉપાય સહયોગ પર ભારત અને કોરિયા વચ્ચેના સમજૂતી કરારોને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે વેપાર ઉપાય સહયોગ પર ભારત અને કોરિયા વચ્ચેના એક સમજૂતી કરાર (એમઓયુ)ને પૂર્વવર્તી મંજૂરી આપી દીધી છે.

આ સમજૂતી કરાર પર જુલાઈ 2018માં કોરિયાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સમજૂતી કરારો વડે બંને દેશો વચ્ચે વેપાર ઉપાયો જેવા કે એન્ટી ડમ્પિંગ, સબસીડી અને પ્રતિકારી શુલ્ક તથા સુરક્ષાત્મક પગલાઓ જેવા ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન અપાશે કે જે દ્વિપક્ષીય વ્યાપારી સંબંધોને વધુ મજબૂત બનાવશે.

J.Khunt/GP/RP