પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે વેપાર ઉપાય સહયોગ પર ભારત અને કોરિયા વચ્ચેના એક સમજૂતી કરાર (એમઓયુ)ને પૂર્વવર્તી મંજૂરી આપી દીધી છે.
આ સમજૂતી કરાર પર જુલાઈ 2018માં કોરિયાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સમજૂતી કરારો વડે બંને દેશો વચ્ચે વેપાર ઉપાયો જેવા કે એન્ટી ડમ્પિંગ, સબસીડી અને પ્રતિકારી શુલ્ક તથા સુરક્ષાત્મક પગલાઓ જેવા ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન અપાશે કે જે દ્વિપક્ષીય વ્યાપારી સંબંધોને વધુ મજબૂત બનાવશે.
J.Khunt/GP/RP