Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે વ્યાવસાયિક અદાલતો, વ્યાવસાયિક ડિવિઝન અને ઉચ્ચ અદાલતોનાં વ્યાવસાયિક ડિવિઝન (સંશોધન) બિલ, 2018ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે સંસદમાં રજૂ કરવા માટે વ્યાવસાયિક અદાલતો, વ્યાવસાયિક ડિવિઝન અને ઉચ્ચ અદાલતોનાં વ્યાવસાયિક ડિવિઝન (સંશોધન) બિલ, 2018ને મંજૂરી આપી દીધી છે.

 

બિલમાં નીચેનાં લક્ષ્યાંકો હાંસલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે:

 

  • બિલમાં વ્યાવસાયિક વિવાદનાં સૂચિત મૂલ્યને હાલ એક કરોડ રૂપિયાથી ઓછું કરીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવ્યું છેઃ એટલે તર્કસંગત મૂલ્યનાં વ્યાવસાયિક વિવાદોની પતાવટ વ્યાવસાયિક અદાલતો દ્વારા કરી શકાય છે. તેનાથી ઓછાં મૂલ્યનાં વ્યાવસાયિક વિવાદોનાં સમાધાનમાં લાગતો સમય (હાલ 1445 દિવસ) ઓછો કરી શકાશે અને વેપારવાણિજ્યની સરળતા કરવાની બાબતમાં ભારતનું સ્થાન સુધારી શકાશે.

 

  • સંશોધનમાં એ ક્ષેત્રો માટે જિલ્લા ન્યાયાધિશનાં સ્તરે વ્યાવસાયિક અદાલતોની સ્થાપનાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાં પર સંબંધિત ઉચ્ચ અદાલતોમાં મૂળ સ્વરૂપે સામાન્ય દિવાની ન્યાયનો અધિકાર છે, જેમ કે ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, મુંબઈ અને હિમાચલ પ્રદેશ રાજ્યમાં. આ ક્ષેત્રોમાં રાજ્ય સરકારો અધિસૂચનાઓ મારફતે જિલ્લા સ્તરે ચુકાદો આપનાર વ્યાવસાયિક વિવાદોનુ આર્થિક મૂલ્યનું સૂચન કરી શકે છે, જે ત્રણ લાખ રૂપિયાથી ઓછું અને જિલ્લા અદાલતનાં ધન સંબંધિત મૂલ્યથી વધારે ન હોય. મૂળ સ્વરૂપે સામાન્ય અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરવા ઉપરાંત ઉચ્ચ અદાલતોના અધિકાર ક્ષેત્રમાં જિલ્લા ન્યાયાધિશનાં સ્તરથી ઓછી રકમનાં વ્યાવસાયિક અદાલતો દ્વારા પતાવટ કરેલા વ્યાવસાયિક વિવાદોમાં અપીલનો એક મંચ જિલ્લા ન્યાયાધિશ સ્તરે વ્યાવસાયિક અપીલ માટેની અદાલતો સ્વરૂપે પ્રદાન કરવામાં આવશે.

 

  • આ પ્રકારનાં મામલાઓમાં જ્યાં તરત, વચગાળાની રાહત પર વિચાર નહી કરવામાં આવે, ત્યાં સંસ્થા પૂર્વ મધ્યસ્થતા પ્રક્રિયાની શરૂઆત કરીને સંબંધિત પક્ષોનો કાયદાકીય સેવા સત્તામંડળ કાયદા, 1987 અંતર્ગત સ્થાપિત સત્તામંડળો દ્વારા અદાલતોનાં કાર્યક્ષેત્રની બહાર વ્યાવસાયિક વિવાદોની પતાવટ કરવાની તક મળશે. તેનાથી વ્યાવસાયિક વિવાદોની પતાવટમાં રોકાણકારોનો વિશ્વાસ સંપાદિત કરવામાં મદદ મળશે.

 

  • નવી કલમ 21-એને સામેલ કરવાથી કેન્દ્ર સરકાર પીઆઈએમ માટે નિયમ અને પ્રક્રિયાઓ તૈયાર કરી શકશે.

 

  • સંશોધનને સંભવિત અસર આપવી, જેથી ન્યાયિક કાયદાની જોગવાઈ અનુસાર વર્તમાન સત્તામંડળ અનુસાર હાલ વ્યાવસાયિક વિવાદોને નિર્ણય આપનાર ન્યાયિક મંચોનાં અધિકાર ક્ષેત્રમાં કોઈ અવરોધ ઊભો ન થાય.

 

પૃષ્ઠભૂમિ

ઝડપથી થઈ રહેલાં આર્થિક વિકાસની સાથે વ્યાવસાયિક પ્રક્રિયાઓ પણ ઝડપથી વધી છે અને સાથે સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર વ્યાવસાયિક વિવાદોમાં ઝડપથી વધારો થયો છે. પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) અને વિદેશો સાથે વ્યાવસાયિક લેણદેણમાં વધારાથી વ્યાવસાયિક વિવાદોની સંખ્યામાં પર્યાપ્ત વધારો થયો છે.

 

વ્યાવસાયિક વિવાદો સાથે સંબંધિત કેસોની ઝડપથી પતાવટને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને વિદેશી રોકાણકારો વચ્ચે ભારતીય કાયદાકીય વ્યવસ્થાની સ્વતંત્ર અને જવાબદાર સકારાત્મક છબી બનાવવા માટે, વ્યાવસાયિક અદાલતો, વ્યાવસાયિક ડિવિઝન અને ઉચ્ચ અદાલતોનાં વ્યાવસાયિક અપીલ ડિવિઝન કાયદા, 2015નો અમલ કરવામાં આવ્યો હતો તથા તમામ ન્યાયિક ક્ષેત્રોમાં જિલ્લા સ્તરે વ્યાવસાયિક અદાલતો સ્થાપિત કરવામાં આવી છે. ફક્ત એ ક્ષેત્રોને છોડવામાં આવ્યાં છે, જ્યાં ઉચ્ચ અદાલતો પાસે મૂળ સ્વરૂપે સામાન્ય દિવાની ચુકાદા આપવાનો અધિકાર હતો. આ પાંચ ઉચ્ચ અદાલતો છે – મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને હિમાચલ પ્રદેશ ઉચ્ચ અદાલત, જે ક્રમશઃ મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ શહેરો અને હિમાચલ પ્રદેશ રાજ્યનાં ક્ષેત્રો સાથે સંબંધિત મૂળ સ્વરૂપે સામાન્ય દિવાની ન્યાયિક અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યાં છે. આ ઉચ્ચ અદાલતોને એવા ક્ષેત્રોમાં ખંડ-3નાં ઉપખંડ (1)ની જોગવાઈ અનુસાર આ ઉચ્ચ અદાલતોમાં જિલ્લા સ્તર પર કોઈ વ્યાવસાયિક અદાલતો નથી અને તેનાં સ્થાને દરેક ઉચ્ચ અદાલતમાં વ્યાવસાયિક ડિવિઝનની રચના કરવામાં આવી છે. આ પ્રકારનાં વ્યાવસાયિક વિવાદોમાં સૂચિત મૂલ્યની પતાવટ વ્યાવસાયિક અદાલતો અથવા ઉચ્ચ અદાલતની વ્યાવસાયિક ડિવિઝન દ્વારા કરવામાં આવશે, જેનું મૂલ્ય અત્યારે એક કરોડ રૂપિયા છે.

 

વેપારવાણિજ્ય કરવાની સરળતા વિશ્વ બેંકનો એક સૂચકાંક છે, જેનો સંબંધ અન્ય બાબતો ઉપરાંત કોઈ દેશમાં વિવાદની પતાવટનું વાતાવરણ બન્યું છે, જે કોઈ વ્યવસાયને સ્થાપિત કરવા અને તેને સંચાલિત કરવા રોકાણકાર નક્કી કરવાનાં કાર્યને સરળ બનાવે છે. આ સૂચકાંક વિશ્વ બેંકનાં સમૂહ દ્વારા તૈયાર કરેલ છે અને વર્ષ 2002થી તે દુનિયાનાં લગભગ તમામ દેશોનું મૂલ્યાંકન કરે છે. વેપારવાણિજ્યની સરળતાના ઉચ્ચ રેન્કિગનો અર્થ છે – વ્યવસાય શરૂ કરવા અને તેને સંચાલિત કરવા નિયંત્રણ વાતાવરણ વધારે અનુકૂળ છે. 31 ઓક્ટોબર, 2017નાં રોજ વિશ્વ બેંકે પોતાનાં નવાં વેપારવાણિજ્ય સરળ કરવાનો અહેવાલ વર્ષ 2018 માટે જાહેર કર્યો, જેમા ભારત ટોચનાં 10 વિકાસશીલ દેશોમાંથી એક બનીને બહાર આવ્યો છે અને સૌપ્રથમ વખત ભારતે 30 સ્થાનની આગેકૂચ કરીને 190 દેશોમાં વેપારવાણિજ્ય સરળ બનાવવાની દ્રષ્ટિએ 100મું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. તેનાથી સાબિત થાય છે કે વેપારવાણિજ્ય સરળ કરવાનાં તમામ મોરચા પર નિયમિત માળખામાં ભારત સર્વશ્રેષ્ઠ પ્રક્રિયાઓને ઝડપથી અપનાવી રહ્યું છે.

 

J.Khunt/GP