Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે ભારત અને વિયેતનામ વચ્ચે બાહ્ય અંતરિક્ષના સંશોધન અને ઉપયોગમાં સહકાર સ્થાપિત કરવા થયેલી માળખાગત સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને વિયેતનામ વચ્ચે શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે બાહ્ય અવકાશના સંશોધન અને તેના ઉપયોગ માટે સહકાર સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે થયેલી માળખાગત સમજૂતીને મંજૂરી આપવામાં આવી હતી. આ માળખાગત સમજૂતી પર 03 સપ્ટેમ્બર, 2016ના રોજ હસ્તાક્ષર થયા હતા.

આ માળખાગત સમજૂતી પૃથ્વીનું ઉપગ્રહમાંથી અવલોકન કરવા સહિત અંતરિક્ષ વિજ્ઞાન, ટેકનોલોજી અને તેની ઉપયોગિતા, ઉપગ્રહ સંચાર અને ઉપગ્રહ આધારિત ગતિ, અંતરિક્ષ વિજ્ઞાન અને ગ્રહ સંશોધન, વિમાન અને સ્પેસ સિસ્ટમનો ઉપયોગ અને ગ્રાઉન્ડ સિસ્ટમ તથા સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ જેવા સહકારના સંભવિત ક્ષેત્રોમાં કામગીરીને આગળ વધારવા સક્ષમ બનાવશે.

આ માળખાગત સમજૂતી મારફતે વિયેતનામ સાથે સહકાર માનવજાતના લાભ માટે અંતરિક્ષ ટેકનોલોજીઓના ઉપયોગના ક્ષેત્રમાં સંયુક્ત પ્રવૃત્તિના વિકાસ તરફ દોરી જશે.

આ માળખાગત સમજૂતી ઉપગ્રહ દ્વારા પૃથ્વીના અવલોકન, ઉપગ્રહ સંચાર, ઉપગ્રહની ગતિ, અંતરિક્ષ વિજ્ઞાન અને બાહ્ય અવકાશના સંશોધનના ક્ષેત્રમાં નવી સંશોધન પ્રવૃત્તિઓ અને તેનો ઉપયોગ કરવાની સંભવિતતા ચકાસવવા પર્યાપ્ત બળ પૂરું પાડશે.

*****
 

AP/JKhunt/TR/GP