પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શ્રમ અને રોજગારનાં ક્ષેત્રોમાં તાલીમ અને શિક્ષણ માટે ભારત અને ઇટાલી વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)ને પોતાની મંજૂરી આપી છે.
લાભ :
આ સમજૂતી કરાર નીચેનાં માધ્યમથી કાર્યક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્યને પ્રોત્સાહન આપવા માટે તાલીમ અને શૈક્ષણિક કામગીરીઓનાં વિસ્તારમાં સહાયતા કરશેઃ
• તાલીમ, કાર્યપદ્ધતિઓ અને તકનિકો વિશે સંયુક્ત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું;
• વિવિધ સામાજિક ભાગીદારીઓ માટે નવું તાલીમ મોડ્યુલ વિકસિત કરવું;
• શ્રમ રોજગાર માટે વિવિધ વિષયોમાં વિશેષ સ્વરૂપે તૈયાર તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું;
• તાલીમ કાર્યપદ્ધતિઓનું મૂલ્યાંકન કરવું;
• વિશેષ રીતે શ્રમ વહીવટનાં સંદર્ભમાં, તાલીમ કાર્યક્રમો વિશે સારી કાર્યપ્રણાલીનું આદાન-પ્રદાન કરવું; તાલીમ મોડ્યુલનાં પુરવઠા અને સુવિધામાં એકબીજાની મદદ કરવી અને અધ્યયન-પ્રવાસોનું આયોજન કરવું; તથા
• જ્ઞાન અને જાણકારી વહેંચવા માટે તાલીમ આપનાર શિક્ષકોનું આદાન-પ્રદાન કરવું
મુખ્ય અસર :
આ સમજૂતી કરારનાં મુખ્ય અસરનાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનથી ઉત્પન્ન થનારાં પડકારોનું સમાધાન કરવામાં બંને સંસ્થાઓની ટેકનિકલ ક્ષમતાઓને વિકસાવવી પડશે. આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો વિકસિત કરવા અને એનું આયોજન કરવા ટેકનિકલ ક્ષમતાઓ અને વી વી ગિરિ રાષ્ટ્રીય શ્રમ સંસ્થા (વીવીજીએનએલઆઈ), નોએડા એશિયા પ્રશાંત ક્ષેત્રમાં એક ટોચની તાલીમ સંસ્થા સ્વરૂપે ક્રમિક વિકાસને વધારશે. આ સમજૂતીકરાર સમગ્ર એશિયા પ્રશાંત ક્ષેત્ર સાથે સામાજિક ભાગીદારીનાં વ્યાપક ક્ષેત્ર સુધી પોતાની પહોંચ વધારશે.
પૃષ્ઠભૂમિ :
i. વી વી ગિરિ રાષ્ટ્રીય શ્રમ સંસ્થા (વીવીજીએનએલઆઈ) નોએડા, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત એક સ્વાયત્ત એકમ છે. આ સંસ્થા અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનાં આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્ર (આઇટીસી – આઇએલઓ), ટૂરિને 2012માં સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતાં. એનાથી જ્ઞાન અને અનુભવની પારસ્પરિક ભાગીદારી સાથે અનેક કામગીરીઓમાં સહાયતા પ્રદાન કરવામાં આવી. સમજૂતીકરારનો ઉદ્દેશ વ્યાવસાયિક સહયોગ ચાલુ રાખવા માટે સંસ્થાઓ વચ્ચે સહયોગને ઔપચારિક સ્વરૂપ પ્રદાન કરવાનો છે.
ii. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ)નાં આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્ર (આઇટીસી)ની સ્થાપના વર્ષ 1964માં ટૂરિનમાં થઈ હતી. ત્યારથી આ આંતરરાષ્ટ્રીય સ્તર પર શ્રમનાં વિવિધ પાસાંઓ વિશે તાલીમ આપવા માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કેન્દ્રબિંદુ સ્વરૂપે કામ કરી રહ્યું છે. આઇટીસી રોજગાર, શ્રમ, માનવ સંસાધન વિકાસ અને ક્ષમતા નિર્માણ વિશે આંતરરાષ્ટ્રીય કુશળતાનો મોટ સ્રોત છે. આઈટીસીનો એક મુખ્ય ઉદ્દેશ શ્રમ અને રોજગારનાં ક્ષેત્રમાં તાલીમ કામગીરીઓમાં સંકળાયેલી મુખ્ય સંસ્થાઓ સાથે ભાગીદારી વિકસાવવાનો છે.
RP