પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંલગ્ન લક્ષ્યોની સાથે સંતુલિત વિકાસના લક્ષ્યાંકો (એસડીજી) પર દેખરેખ રાખવા માટે રાષ્ટ્રીય સંકેતક રૂપરેખા (એનઆઈએફ)ની સમયાન્તરે સમીક્ષા અને સુધારણા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા માટે મંજૂરી આપી દીધી છે.
ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા ભારતના મુખ્ય સાંખ્યિકીવિદ અને સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ)ના સચિવ દ્વારા કરવામાં આવશે. તેમાં સભ્યો તરીકે આંકડા સ્રોત મંત્રાલય અને નીતિ આયોગના સચિવ રહેશે જ્યારે અન્ય સંલગ્ન મંત્રાલયોના સચિવો વિશેષ આમંત્રિતો તરીકે ઉપસ્થિત રહેશે. તેમનું કાર્ય સમયાન્તરે સંકેતોની સુધારણા સહિત રાષ્ટ્રીય સંકેતક રૂપરેખાની સમીક્ષા કરવાનું રહેશે.
લક્ષ્યો:
મુખ્ય અસરો:
નેશનલ સંકેતક રૂપરેખાનું અમલીકરણ કરવા પર કોઈ પ્રત્યક્ષ નાણાકીય સૂચનો આપવામાં આવ્યા નથી. આમ છતાં, સંલગ્ન મંત્રાલયોએ એસડીજી સંકેતકોની દેખરેખને સુવિધા પૂરી પાડવા માટે તેમની ડેટા સિસ્ટમને રીઅલાઈન અને મજબુત કરવાની જરૂર પડશે.
એસડીજી વડે લોકોના જીવનમાં પરિવર્તન આવવાની સંભાવના છે અને એસડીજીના અમલીકરણમાં પ્રગતિની દેખરેખ એ સંપૂર્ણ રાષ્ટ્ર માટે લાભપ્રદ નીવડશે.
પૂર્વભૂમિકા:
ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે 2000માં યોજાયેલ મિલેનિયમ સમિટ દરમિયાન “મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ’ (એમડીજી) તરીકે ઓળખાતા આઠ વિકાસના લક્ષ્યાંકોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે જેમાં 2000 થી 2015 સુધીમાં જુદા-જુદા દેશોએ તેમના રાષ્ટ્રીય વિકાસની વ્યૂહરચનાઓને પ્રાપ્ત કરવા માટેનો એક કાચો મુસદ્દો ઘડી કાઢ્યો હતો. એમડીજીમાં આઠ લક્ષ્યો હતા અને તેણે વિવિધ વિકાસના મુદ્દાઓને સંબોધવામાં આવ્ય હતા. એમડીજીના લક્ષ્યાંકો સમગ્ર દેશોમાં અનિયમિતરૂપે પ્રાપ્ત કરવામાં આવ્યા હતા અને એમડીજીની ઉપયોગીતા ચકાસવા માટે અને 2015 પછીના વિશ્વમાં વિકાસાત્મક સહયોગને માર્ગદર્શન આપવા માટેના સંભવિત ઉપાયો શોધવા માટે એક નવીન ચર્ચા શરુ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી.
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ તેના 70માં સત્ર દરમિયાન સંતુલિત વિકાસના લક્ષ્યાંકો (એસડીજી)ને આગામી 15 વર્ષ માટે માન્યતા આપી અને તેનો સ્વીકાર કર્યો હતો. 1લી જાન્યુઆરી, 2016ના રોજથી 17 એસડીજી અમલમાં આવ્યા. જો કે તેમને કાયદાકીય રીતે ગઠિત કરવામાં નથી આવ્યા પરંતુ તેમ છતાં એસડીજી એ વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ બની ચુક્યા છે અને આગામી પંદર વર્ષમાં દેશોની સ્થાનિક ખર્ચ કરવાની પ્રાથમિકતાનું નવસંસ્કરણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે દેશો એક રાષ્ટ્રીય રૂપરેખાની સ્થાપના કરે અને માલિકી પોતાના હાથમાં લે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. અમલીકરણ અને સફળતા એ દેશોના પોતાની વિકાસાત્મક નીતિઓ, આયોજનો અને કાર્યક્રમો પર નિર્ભર છે. ધ્યેયો અને લક્ષ્યાંકોના અમલીકરણમાં કરવામાં આવેલ પ્રગતિના સંદર્ભમાં રાષ્ટ્રીય સ્તર પર અનુસરણ અને સમીક્ષા માટે દેશો સ્વયં જવાબદાર રહેશે. રાષ્ટ્રીય સ્તર પર એસડીજી અંતર્ગત લેવામાં આવતા પગલાઓ માટે ગુણવત્તા, પહોંચ અને સમયસરની માહિતીની જરૂર પડશે.
GP/RP