પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા મોબાઇલ ટાવર્સ ઊભા કરવા માટે મંજૂરી આપવાનાં મુદ્દા માટે ટેલીકોમ વિભાગ (ડીઓટી) દ્વારા જાહેર કરવામાં આવેલી નીતિ અને માર્ગદર્શિકાનાં અમલીકરણનાં અનુભવને આધારે સંયુક્ત કમ્યુનિકેશન ટાવર્સ અને આનુષંગિક માળખાનું નિર્માણ કરવા કમ્યુનિકેશન ઓપરેટર્સને સંરક્ષણ વિભાગની જમીન પ્રદાન કરવા સંરક્ષણ મંત્રાલયની નીતિ સુધારવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
સંશોધિત નીતિમાં આઇપી-1 તરીકે રજિસ્ટર્ડ એક્સેસ સર્વિસ લાઇસન્સીસ એન્ડ કંપનીઝને સંરક્ષણ વિસ્તારોમાં અને કેન્ટોન્મેન્ટમાં સંરક્ષણ વિભાગની જમીનને ભાડાપટ્ટે ફાળવવાની અને તેનો ઉપયોગ કરવાની છૂટ સામેલ હશે, જેમાં કંપનીઓ સંયુક્તપણે કમ્યુનિકેશન ટાવર અને આનુષંગિક માળખું સ્થાપિત કરી શકશે.
આ નિર્ણયથી કેન્ટોન્મેન્ટ અને મિલિટરી સ્ટેશનોમાં કમ્યુનિકેશન સેવાઓની ગુણવત્તામાં વધારો થશે.
NP/J.Khunt