Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ‘સરોગસી (નિયમન) બિલ, 2016’માં અધિકૃત સંશોધન કરવા માટે મંજુરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ‘સરોગસી (નિયમન) બિલ, 2016’માં અધિકૃત સુધારો પસાર કરવા માટે મંજુરી આપી દીધી છે.

સરોગસી (નિયમન) બિલ, 2016 એ ભારતમાં રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય સરોગસી બોર્ડ અને રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના સ્તરે રાજ્ય સરોગસી બોર્ડ તેમજ અધિકૃત સત્તાની સ્થાપના કરીને ભારતમાં સરોગસીનું નિયમન કરવાનો પ્રસ્તાવ મુકે છે.

પ્રસ્તાવિત વિધેયક સરોગસીના અસરકારક નિયમન, વ્યાવસાયિક સરોગસી પર પ્રતિબંધ અને જરૂરિયાતમંદ અને પ્રજોત્પત્તિ માટે અસક્ષમ ભારતીય યુગલોને પરોપકારી સરોગસીની પરવાનગી આપવાની ખાતરી આપે છે.
સંસદ દ્વારા આ બિલ પસાર થઇ જાય તો પછી રાષ્ટ્રીય સરોગસી બોર્ડની રચના કરવામાં આવશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ અધિસુચનાના ત્રણ મહિનાની અંદર રાજ્ય સરોગસી બોર્ડ અને રાજ્ય યોગ્ય સત્તાની રચના કરશે.

મુખ્ય અસર:

આ કાયદો અમલમાં આવી ગયા પછી દેશમાં સરોગસી સેવાઓનું નિયમન કરશે અને સરોગસીમાં અનૈતિક વ્યવહારો પર નિયંત્રણ મુકશે, સરોગસીનું વ્યવસાયીકરણ અટકાવશે અને સરોગેટ માતાઓ તથા સરોગસી દ્વારા જન્મેલા બાળકોનાં સંભવિત શોષણ પર પ્રતિબંધ મુકશે. જયારે વ્યાવસાયિક સરોગસી પર પ્રતિબંધ મુકવામાં આવશે જેમાં માનવ ભ્રૂણ અને પ્રજનનકોષનાં વેચાણ અને ખરીદી પર પ્રતિબંધનો સમાવેશ થાય છે, તો બીજી તરફ જરૂરિયાતમંદ પ્રજોત્પત્તિ માટે અસક્ષમ યુગલોને કેટલીક શરતો પૂરી કર્યા બાદ ચોક્કસ કારણો માટે નૈતિક સરોગસીની પરવાનગી આપવામાં આવશે.

તમામ ભારતીય પરણિત યુગલો કે જેઓ નૈતિક સરોગસી મેળવવા માંગે છે તેમને લાભ આપવામાં આવશે. વધુમાં, સરોગેટ માતા અને સરોગસી દ્વારા જન્મેલા બાળકોના અધિકારોની રક્ષા કરવામાં આવશે.

આ બિલ જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના સમગ્ર ભારતમાં અમલમાં મુકવામાં આવશે.

પૂષ્ઠભૂમિ:

ભારત એ વિવિધ દેશોના યુગલો માટે સરોગસી હબ તરીકે વિકસી રહ્યું છે અને તેથી અનૈતિક પ્રવૃત્તિઓ, સરોગેટ માતાનું શોષણ, સરોગસી દ્વારા ઉત્પન્ન થયેલ બાળકોને ત્યજી દેવા, અને માનવ ભ્રૂણ તથા પ્રજનનકોષની આયાત કરતા દલાલોની જાળ વગેરે જેવા બનાવો પણ અહી નોંધાયા છે. ભારતના કાયદા પંચના 228માં અહેવાલમાં એક ઉચિત વિધેયક તૈયાર કરીને વ્યાવસાયિક સરોગસી પર પ્રતિબંધ મુકવાની અને નૈતિક પરોપકારી સરોગસીને મંજુરી આપવાની ભલામણ કરવામાં આવી છે.

સરોગસી (નિયામક) બિલ, 2016 એ 21મી નવેમ્બર 2016ના રોજ લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું કે, જેને 12મી જાન્યુઆરી 2017ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીલયની સંસદીય સ્થાયી સમિતિને મોકલી આપવામાં આવ્યું હતું.

સંસદીય સ્થાયી સમિતિતએ હિતધારકો, કેન્દ્ર સરકારનાં મંત્રાલયો/વિભાગો, એનજીઓ, દાકતરી વ્યવસાયિકો, વકીલો, સંશોધકો, પ્રવર્તક વાલીઓ અને સરોગેસી દ્વારા માતા બનતી મહિલાઓ સાથે વિચાર-વિમર્શ કરી તેમની ભલામણો મેળવી હતી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિનો 102મો અહેવાલ 10મી ઓગસ્ટ 2017ના રોજ લોકસભામાં અને રાજ્યસભામાં એક સાથે રજુ કરવામાં આવ્યો હતો.

RP