Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સહકારી બેંકોને ધિરાણ કરવા માટે નાબાર્ડ દ્વારા ટૂંકા ગાળાના બજાર ઋણને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે નીચેના નિર્ણયો માટે કાર્યોત્તર મંજૂરી આપી છેઃ

i. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) 4.5 ટકાના વ્યાજદરે સહકારી બેંકોને ધિરાણ માટે અંદાજે રૂ. 20,000 પ્રવર્તમાન વ્યાજ દરે ટૂંકા ગાળાનું ધિરાણ મેળવશે.

ii. આ હેતુ માટે કેન્દ્રીય બજેટ મારફતે રૂ. 2,000 કરોડની વધારાની મૂડી નાબાર્ડને પ્રદાન કરવામાં આવશે. તેની શરૂઆત નાબાર્ડને 2016-17 દરમિયાન રૂ. 500 કરોડ વધારાની મૂડી આપીને થઈ શકે છે.

iii. કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ (ડીએસીએન્ડએફડબલ્યુ)ની યોજના મુજબ, વ્યાજની માફી આશરે 1.8 ટકા છે અને નાબાર્ડના વહીવટી વ્યાજનો ખર્ચ 0.2 ટકા પૂરો પાડવામાં આવશે. વ્યાજની માફી કેટલી આપવી તેનો આધાર નાબાર્ડ જે દરે ભંડોળ ઊભું કરે તેના પર છે.

iv. નાબાર્ડ, સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી) દ્વારા મિશન મોડમાં ચાલુ/જીવંત કિસાન ક્રેડીટ કાર્ડને રુપે/એટીએમ-સક્રિય કિસાન ક્રેડિટ કાર્ડ્સ (કેસીસી)માં પરિવર્તિત કરવાની પ્રક્રિયાનું સંકલન કરશે.

ચોમાસું સારું રહેવાથી અને ધિરાણની માગમાં વધારો થવાની અપેક્ષા સાથે તથા કૃષિ ઉત્પાદન વધારવા ખેડૂતોને સહકારી બેંકો મારફતે ટેકો આપવાની જરૂર પડશે, જે તેમને તેમની કૃષિ કામગીરી વધારવા સક્ષમ બનાવવા તેમના ઘરઆંગણે ધિરાણ આપશે.

આ મંજૂરી ખેડૂતોને સહકારી બેંકો મારફતે વ્યાજના ઘટાડેલા દર પર ટૂંકા ગાળાની પાક લોનની ઉપલબ્ધતામાં વધારો સુનિશ્ચિત કરશે. ઓપરેટિવ/લાઇવ કેસીસીનું રુપે/એટીએમ એનેબલ્ડ કેસીસીમાં પરીવર્તન ધિરાણની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે અને ડિજિટલ ઇન્ડિયાના ઉદ્દેશને આગળ વધારશે, જેનાથી ખેડૂતો દ્વારા ડિજિટલ અને કેશલેસ વ્યવહારો સુલભ થશે.

AP/J.Khunt/GP