Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સહયોગી અને આરોગ્ય સેવા વ્યવસાયિકો દ્વારા અપાતી સેવાઓ અને શિક્ષણના નિયમન અને માનકીકરણ માટે સહયોગી અને આરોગ્ય સેવા વ્યવસાય બિલ, 2018ને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સહયોગી અને આરોગ્ય સેવા વ્યવસાયિકો દ્વારા અપાતી સેવાઓ અને શિક્ષણના નિયમન અને માનકીકરણ માટે સહયોગી અને આરોગ્ય સેવા વ્યવસાય બિલ, 2018ને મંજૂરી આપી દીધી છે. આ બિલ ભારતની સહયોગી અને આરોગ્ય સેવા પરિષદ અને એજ રીતે રાજ્ય સહયોગી અને આરોગ્ય સેવા પરિષદની સ્થાપના કરશે કે જે સહયોગી અને આરોગ્ય સેવાના વ્યવસાય માટે માનક સ્થાપિત કરનાર અને સુવિધા પૂરી પાડવાની ભૂમિકા અદા કરશે.

વિગતો:

  1. કેન્દ્રીય અને સંબંધિત રાજ્ય સહયોગી અને આરોગ્ય સેવા પરિષદની સ્થાપના; સહયોગી અને આરોગ્ય સેવા પ્રવાહમાં 53 વ્યવસાયો સહિત 15 મુખ્ય વ્યવસાયિક શ્રેણીઓ.
  2. આ બિલ કેન્દ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના માળખા, સ્થાપના, રચના અને કાર્યો પુરા પાડશે જેવા કે રચનાત્મક નીતિઓ અને માનાંકો, વ્યવસાયિક વર્તણુકનું નિયમન, લાઈવ રજીસ્ટરનું નિર્માણ અને સારસંભાળ, સામાન્ય પ્રવેશ અને બહિર્ગમન પરીક્ષાઓ માટેની જોગવાઈઓ વગેરે.
  3. કેન્દ્રીય પરિષદમાં 47 સભ્યો હશે, જેમાંથી 14 સભ્ય અધિકારીઓ હોદ્દાની રૂએ હશે કે જેઓ વિવિધ અને સહયોગી ભૂમિકાઓ અને કાર્યોને રજૂ કરશે તેમજ બાકીના ૩૩ સભ્યો હોદ્દાની રૂએ ન હોય તેવા હશે જેઓ મુખ્યત્વે 15 વ્યવસાયિક શ્રેણીઓનું પ્રતિનિધિત્વ કરશે.
  4. રાજ્ય પરિષદો કેન્દ્રીય પરિષદનું પણ પ્રતિનિધિત્વ કરશે કે જેમાં 7 સભ્ય અધિકારીઓ હોદ્દાની રૂએ રહેશે અને 21 સભ્યો હોદ્દાની રૂએ ન હોય તેવા રહશે તેમજ હોદ્દાની રૂએ ન હોય સભ્યોમાંથી એક અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવશે.
  5. કેન્દ્રીય અને રાજ્ય પરિષદો અંતર્ગત પ્રોફેશનલ સલાહકાર મંડળી સ્વતંત્રપણે મુદ્દાઓને સંબોધશે અને ચોક્કસ પસંદ કરાયેલ શ્રેણીઓને લગતા સૂચનો પુરા પાડશે.
  6. આ બિલની અન્ય કોઇપણ આવરી લેવાયેલ વ્યવસાય માટે અન્ય કોઇપણ વર્તમાન સમયમાં ઉપસ્થિત કાયદાની ઉપર માનવામાં આવશે એટલે કે તેની ઓવરરાઈડીંગ અસર રહેશે.
  7. રાજ્ય પરિષદો સહયોગી અને આરોગ્ય સેવા સંસ્થાઓને માન્યતા આપવાનું કામ સંભાળશે.
  • viii. ભ્રષ્ટાચારને અટકાવવા માટે આ બિલમાં ગુનાઓ અને દંડનીય જોગવાઈઓ ઉમેરવામાં આવી છે.
  1. આ બિલ કેન્દ્રીય અને રાજ્ય સરકારોને નિયમો બનાવવા માટે પણ સક્ષમ બનાવે છે.
  2. કેન્દ્ર સરકાર પાસે પણ પરિશિષ્ટને સુધારવા કે તેમાં ઉમેરો કરવા અને તેને નિયંત્રિત કરવા માટે પરિષદોને માર્ગદર્શક સૂચનો આપવાની સત્તા છે.

લક્ષ્યાંકો:

  • આ કાયદાના પસાર થયાના 6 મહિનાની અંદર એક વચગાળાની પરિષદની રચના કરવામાં આવશે કે જે કેન્દ્રીય પરિષદની સ્થાપના ન થાય ત્યાં સુધી બે વર્ષના સમયગાળા માટે સત્તા સંભાળશે.
  • કેન્દ્ર અને રાજ્ય સ્તરે પરિષદોને એક કૉર્પોરટ સંસ્થાન તરીકે સ્થાપવામાં આવશે કે જેમાં વવિધ સ્રોતોમાંથી ભંડોળ પ્રાપ્ત કરવાની જોગવાઈ રહેશે.
  • પરિષદોને જરૂરિયાત અનુસાર ગ્રાન્ટ ઇન એઇડના માધ્યમથી અનુક્રમે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પણ સહાય કરવામાં આવશે. આમ છતાં, જો રાજ્ય સરકાર અક્ષમતા રજૂ કરે તો કેન્દ્ર સરકાર રાજ્ય પરિષદોને શરૂઆતના કેટલાક વર્ષો માટે અમુક રકમની ગ્રાન્ટ આપી શકે છે.

રોજગાર નિર્માણ ક્ષમતા સહિતની મુખ્ય અસરો

  1. પરિષદની સ્થાપનાની તારીખથી લઈને શરૂઆતના કેટલાક વર્ષો દરમિયાન તમામ ઉપસ્થિત સહયોગી અને આરોગ્ય સેવા વ્યવસાયિકો આની સાથે જોડાશે.
  2. સહયોગી અને આરોગ્ય સેવા કાર્યબળને પ્રોફેશનલ અભિગમ સાથે સુયોગ્ય, અત્યંત કુશળ અને ઉપયુક્ત રોજગારીનું નિર્માણ કરવાનો અવસર પ્રાપ્ત થશે.
  3. આયુષ્માન ભારતના દ્રષ્ટિકોણ સાથે ઉચ્ચ ગુણવત્તા અને બહુ-શાખાકીય સેવા કે જે ‘ડૉક્ટર સંચાલિત’ મોડલમાંથી ‘સુગમ્ય સેવા અને આદર્શ ટીમ’ આધારિત મોડલમાં પરિવર્તિત થશે.
  4. આરોગ્ય સેવા કાર્યબળની વૈશ્વિક માગને પહોંચી વળવા માટેની તક કે જેડબ્લ્યુએચઓ ગ્લોબલ વર્કફોર્સ, 2030 અહેવાલ અનુસાર વર્ષ 2030 સુધીમાં 15 મિલિયન સુધીની થવાની સંભાવના છે.

સંકળાયેલો ખર્ચ:

શરૂઆતના ચાર વર્ષો માટે કુલ ખર્ચ અંદાજીત 95 કરોડ રૂપિયા થવાની શક્યતા છે. કુલ બજેટના આશરે ચાર પંચમાંશ ભાગ (અર્થાત 75 કરોડ રૂપિયા) એ રાજ્યો માટે ફાળવવામાં આવ્યા છે જ્યારે બાકીની રકમ 4 વર્ષ માટે કેન્દ્રીય પરિષદને મદદ કરશે અને કેન્દ્રીય તથા રાજ્ય રજીસ્ટ્રારોને તૈયાર કરવામાં સહયોગ કરાશે.

લાભાર્થીઓની સંખ્યા:

એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સહયોગી અને આરોગ્ય સેવા વ્યવસાય બિલ, 2018 દેશમાં આશરે 8-9 લાખ વર્તમાન સહયોગી અને આરોગ્ય સેવાને લગતા વ્યવસાયિકો અને દર વર્ષે જોડાઈ રહેલા તેમજ આરોગ્ય તંત્રમાં યોગદાન આપનારા અન્ય અનેક સ્નાતક વ્યવસાયિકોને સીધો લાભ આપશે. આમ છતાં, આ બિલ જો કે મોટા સ્તરે આરોગ્ય સેવા આપવાના તંત્રને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે, આથી એવું કહી શકાય કે દેશની સંપૂર્ણ વસ્તી અને સમગ્ર સ્વરૂપે આરોગ્ય તંત્ર આ બિલ વડે લાભાન્વિત થશે.

પૂર્વભૂમિકા:

  1. આરોગ્ય તંત્રની વર્તમાન પરિસ્થિતિમાં એવા અનેક સહયોગી અને આરોગ્ય સેવા વ્યવસાયિકો ઉપસ્થિત છે કે જેઓ હજુ સુધી ઓળખ વિનાના, નિયમન વિનાના અને ઉપયોગ કરાયા વિનાના છે. આપણું તંત્ર એ વ્યવસાયિકોની મર્યાદિત શ્રેણીઓ જેવી કે ડૉક્ટર, નર્સ અને પ્રથમ હરોળના કાર્યકરો (જેવા કે માન્યતા પ્રાપ્ત સ્વાસ્થ સેવા સહાયિકા અથવા આશા કાર્યકર્તા, સહાયક નર્સ મીડવાઈફ અથવા એએનએમએસ) તેમને મજબૂત કરવાના પ્રયત્નો પર કેન્દ્રિત છે. આમ છતાં પાછલા કેટલાય વર્ષોની અંદર અન્ય પણ કેટલાકને ઓળખી કાઢવામાં આવ્યા છે કે જેમની ક્ષમતાને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોની અંદર ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવા અને વધારવા માટે ઉપયોગમાં લઇ શકાય તેમ છે.
  2. સહયોગી અને આરોગ્ય સેવા વ્યવસાયિકો (એએન્ડએચપીએસ) આરોગ્ય માનવ સંસાધન તંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે અને કૌશલ્ય ધરાવતા અને નિષ્ણાત સહયોગી અને આરોગ્ય સેવા વ્યવસાયિકો (એએન્ડએચપીએસ) સેવાના ખર્ચને પણ ઘટાડી શકે છે અને નોંધપાત્ર રીતે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની પહોંચને પણ સુધારી શકે તેમ છે.
  3. વૈશ્વિક સ્તરે સહયોગી અને આરોગ્ય સેવા ક્ષેત્રના વ્યવસાયિકો સામાન્ય રીતે ઓછામાં ઓછા ત્રણ કે ચાર વર્ષથી શરુ થતા સ્નાતકપૂર્વ (અન્ડરગ્રેજ્યુએટ) અભ્યાસક્રમ સાથે જોડાય છે અને આગળ જતા પોત પોતાના ક્ષેત્રમાં પીએચડી સ્તર સુધીની લાયકાત પ્રાપ્ત કરે છે. આમ છતાં, આ પ્રકારના અભ્યાસક્રમો કરાવતા મોટા ભાગના ભારતીય સંસ્થાનોમાં માનકીકરણનો અભાવ છે.
  4. સમગ્ર વિશ્વમાં મોટા ભાગના દેશો પાસે એક વૈધાનિક લાયસન્સિંગ અથવા નિયામક સંસ્થા છે કે જે આવા વ્યવસાયિકોને ખાસ કરીને તેવા લોકોને કે જેઓ પ્રત્યક્ષ રીતે દર્દીઓની સેવામાં કાર્યરત છે (જેવા કે ફિઝીયોથેરાપીસ્ટ, ન્યુટ્રીશનિસ્ટ વગેરે) તેમની લાયકાત અને ક્ષમતાને મંજૂર કરવા અને પ્રમાણિત કરવા માટેની સત્તા મળેલ છે.
  5. જો કે આવા વ્યવસાયિકો અનેક દાયકાઓથી ભારતીય આરોગ્યતંત્રમાં ઉપસ્થિત છે, તેમ છતાં સહયોગી અને આરોગ્ય સેવા ક્ષેત્રમાં એક નોંધપાત્ર ખામીનું કારણ એક વ્યાપક અને નિયામક માળખાનો અભાવ અને એએન્ડએચપીએસની તાલીમ અને શિક્ષણના માનાંકોની ગેરહાજરી પણ છે.
  6. આમ, આ બિલ એક મજબૂત નિયામક માળખાની રચના કરનાર છે કે જે સહયોગી અને આરોગ્ય સેવા વ્યવસાયિકો માટે એક માનાંક સ્થાપિત કરનાર અને નિયામકની ભૂમિકા અદા કરશે.

 

J.Khunt/GP/RP