Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર પર ભારત અને અમેરિકા વચ્ચે એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-ઇન) અને અમેરિકન હોમલેન્ડ સીક્યોરિટી વિભાગે સાયબર સીક્યોરિટીના ક્ષેત્રમાં સહકાર પર થયેલી સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે. આ એમઓયુ પર નવી દિલ્હીમાં 11 જાન્યુઆરી, 2017ના રોજ હસ્તાક્ષર થયા હતા.

આ એમઓયુનો ઉદ્દેશ પ્રસ્તુત કાયદા, નિયમો અને નિયમનો મુજબ સાયબર સુરક્ષા સાથે સંબંધિત માહિતીના સહકાર અને આદાનપ્રદાન તથા સમાનતા, તાલમેળ અને પારસ્પરિક લાભને પ્રોત્સાહન આપવાનો છે.

TR