Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારણા) બિલ, 2017ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જમ્મુ અને કાશ્મીરમાં લાગુ) વટહુકમ, 2017ની જાહેરાત અને સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારણા) બિલ, 2017 દ્વારા વટહુકમને બદલવાની કાર્યોત્તર મંજૂરી આપી હતી.

આ વટહુકમથી સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદા, 2017ની જોગવાઈઓ, જે (સીજીએસટી કાયદા) તરીકે ઓળખાશે, તે હવે જમ્મુ અને કાશ્મીર રાજ્યને લાગુ થઈ ગઈ છે.

આ વટહુકમની જાહેરાત 8 જુલાઈ, 2017ના રોજ થઈ હતી અને સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારણા) બિલ, 2017 સંસદના ચાલુ સત્રમાં રજૂ કરવામાં આવશે.

J.Khunt/TR