Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સોવેરિયન ગોલ્ડ બોન્ડ સ્કીમની માર્ગદર્શિકામાં સુધારાને મંજૂરી આપી


પ્રધાનંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સોવેરિયન ગોલ્ડ બોન્ડ્સ (એસજીબી) સ્કીમમાં તેના કથિત ઉદ્દેશો હાંસલ કરવા તેની માર્ગદર્શિકામાં સુધારો કરવાની મંજૂરી આપી છે.

સ્કીમમાં બે સેટમાં ફેરફાર કરવામાં આવ્યા છેઃ

1. સ્કીમને વધુ આકર્ષક બનાવવા, લક્ષ્યાંક મુજબ ધિરાણ વધારવા અને સોનાની આયાત દ્વારા અર્થતંત્ર પર વધતા ભારણને ઘટાડવા તથા ચાલુ ખાતાની ખાધ (સીએડી) ઘટાડવા ચોક્કસ ફેરફારો કરવામાં આવ્યા છે.

2. નાણાં મંત્રાલયને વ્યાજના વિવિધ દરો અને જોખમ સંરક્ષણ/ચુકવણી સાથે એસજીબીને ડિઝાઇન કરવા અને તેના વેરિઅન્ટ પ્રસ્તુત કરવાની છૂટ આપી છે. આ વિવિધ વ્યાજદરો વિવિધ કેટેગરીના રોકાણકારોને રોકાણના વિકલ્પો ઓફર કરશે. સ્કીમની ખાસિયતોમાં સુધારો/વધારો કરવાનો આ અધિકાર નાણાં મંત્રાલય (ઇશ્યૂઅર)ને સુપરત કરવામાં આવ્યો છે, જેમાં નાણાં મંત્રીને ખાસ હપ્તા અને તેના નોટિફિકેશનની લાક્ષણિકતાઓને અંતિમ સ્વરૂપ આપવા સમયગાળો ઘટાડવાની મંજૂરી આપે છે. આ પ્રકારની અનુકૂળતા રોકાણના નવા ઉત્પાદનો સાથે સ્પર્ધાના પરિબળોને વેગ આપવા, અતિ ગતિશીલ અને કેટલીક વખત મોટી ચડઊતર અનુભવતા બજાર, મેક્રો-ઇકોનોમિક અને સોનાની કિંમત જેવી અન્ય સ્થિતિઓ સાથે વ્યવહાર કરવા માટે અસરકારક રહેશે.

સ્કીમમાં નીચેના ચોક્કસ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છેઃ

1. દર નાણાકીય વર્ષમાં રોકાણની વ્યક્તિગત મર્યાદા વધારીને 4 કિલોગ્રામ, હિંદુ અવિભાજીત પરિવાર (એચયુએફ) માટે 4 કિલોગ્રામ તથા સરકાર દ્વારા સમયેસમયે નોટિફાઇડ કરવામાં આવેલા ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 કિલોગ્રામ કરવામાં આવી છે.

2. ટોચમર્યાદાની ગણતરી નાણાકીય વર્ષના આધારે કરવામાં આવશે, જેમાં ગૌણ બજારમાં ટ્રેડિંગ દરમિયાન ખરીદ થયેલ એસજીબી સામેલ હશે.

3. રોકાણ પર ટોચમર્યાદામાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા જામીન સ્વરૂપે હોલ્ડિંગ્સ સામેલ નહીં હોય.

4. એસજીબી ‘ઓન ટેપ’ પર ઉપલબ્ધ થશે. એનએસઇ, બીએસઇ, બેંકો અને પોસ્ટ વિભાગ સાથે ચર્ચાવિચારણાને આધારે ‘ઓન ટેપ’ વેચાણ કરવા ઉત્પાદનની ખાસિયતોને નાણાં મંત્રાલય દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

5. એસજીબીની લિક્વિડિટી અને ટ્રેડેબિલિટી સુધારવા બજારમાં ઉચિત પહેલો કરવાની સુવિધા આપવામાં આવશે. માર્કેટ મેકર્સ તરીકે કમર્શિયલ બેંક કે એમએમટીસી જેવી અન્ય કોઈ પણ સરકારી કંપની, અથવા ભારત સરકાર દ્વારા નક્કી થયેલી અન્ય કોઈ પણ સંસ્થા હોઈ શકે છે.

6. જો જરૂર જણાશે, તો સરકાર એજન્ટોને ઊંચું કમિશન આપી શકે છે.

પૃષ્ઠભૂમિ:

સોવેરિયન ગોલ્ડ બોન્ડ (એસજીબી) સ્કીમને ભારત સરકારે 05, 2015ના રોજ મંત્રીમંડળની મંજૂરી પછી નોટિફાઇડ કરી હતી. સ્કીમનો મુખ્ય ઉદ્દેશ મેટલ ગોલ્ડની ખરીદી કરવાના વિકલ્પ સ્વરૂપે નાણાકીય અસ્કયામત વિકસાવવાનો હતો. તેનો લક્ષ્યાંક દર વર્ષે ખરીદી કરવામાં આવતા અંદાજે 300 ટન ફિઝિકલ બાર અને સિક્કાની ખરીદીને અટકાવી આટલી રકમનું રોકાણ ‘ડિમેટ’ ગોલ્ડ બોન્ડમાં શિફ્ટ કરવાનો હતો. સ્કીમ હેઠળ નાણાકીય વર્ષ 2015-16માં રૂ. 15,000 કરોડ અને નાણાકીય વર્ષ 2016-17માં રૂ. 10,000 કરોડની રકમ ઊભી કરવાનો લક્ષ્યાંક હતો. અત્યાર સુધી સરકારને આ યોજનામાં રૂ. 4,769 કરોડનું રોકાણ મળ્યું છે.

સ્કીમને રોકાણકારોને અપેક્ષા કરતા નબળો પ્રતિસાદ મળવાથી તથા સીએડી પર તેના ભારણ અને તેની દેશના સંપૂર્ણ મેક્રો-ઇકોનોમિક હેલ્થ પર પરિણામલક્ષી અસરને ધ્યાનમાં રાખીને આ સ્કીમને સફળ બનાવવા તેમાં ફેરફારો કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી.

TR