Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પેટામાલિકીની બેંકોના વિલિનીકરણને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેની સંપૂર્ણ પેટામાલિકીની બેંકો સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરના વિલિનીકરણને મંજૂરી આપી છે.

મંત્રીમંડળે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (પેટામાલિકીની બેંકો) કાયદો, 1959 અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ કાયદો, 1956ના રદ કરવા સંસદમાં ખરડો રજૂ કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી.

આ વિલિનકરણથી સંવર્ધિત કાર્યકારી કાર્યદક્ષતા અને ફંડના ખર્ચમાં ઘટાડા મારફતે પ્રથમ વર્ષમાં રૂ. 1,000 કરોડથી વધારેની રિકરિંગ બચત ઊભી થશે તેવી શક્યતા છે. પેટા માલિકીની બેંકોના હાલની બેંકોને એસબીઆઈના વૈશ્વિક નેટવર્કની સુલભતાનો લાભ મળશે. આ વિલિનીકરણ છ અલગ બેંકો પર અલગઅલગ નજર રાખવાને બદલે સતત નિરીક્ષણ અને રોકડ પ્રવાહ પર નિયંત્રણ મારફતે ઊંચા મૂલલ્યના ધિરાણના શ્રેષ્ઠ વ્યવસ્થાપન તરફ દોરી જશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કાયદો, 1955ની કલમ 35 હેઠળ આ વિલિનીકરણ મજબૂત મર્જ કંપનીની રચનામાં પરિણમશે. તેનાથી પેટામાલિકીની બેંકો દ્વારા કોઈ પણ ભૂગોળ કેન્દ્રીત જોખમોની અસરને લઘુતમ કરશે. તેનાથી કાર્યકારી કાર્યદક્ષતા અને કામગીરીમાં વધારો થશે. તેનાથી જોખમના વ્યવસ્થાપનમાં અને એકીકૃત ટ્રેઝરી કામગીરીમાં પણ વધારો થશે.

સ્ટેટ બેંકની પેટા માલિકીની બેંકોનું વિલિનીકરણ સરકારી બેંકોના સંગઠન મારફતે બેંકિંગ ક્ષેત્રને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તે સરકારની ઇન્દ્રધનુષ કાર્યયોજનાને અનુસરે છે તથા તે બેંકિંગ ક્ષેત્રને મજબૂત કરશે તથા કાર્યદક્ષતા અને નફાકારકતામાં વધારો કરશે તેવી અપેક્ષા છે.

***