પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિ અને મહિલાઓની વચ્ચે ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રત્યેક ઉદ્યમશીલ વર્ગ માટે સરેરાશ પ્રતિ બેન્ક શાખામાં કમ સે કમ બે આવી પરિયોજનાઓને સુગમ બનાવવાનો છે.
આ યોજનાની શરુઆત પછી 36 મહિનાઓમાં ઓછામાં ઓછું અઢી લાખ મંજૂરીઓનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજનામાં નીચે જણાવેલ જોગવાઈઓનો સમાવેશ થાય છેઃ
– 10,000 કરોડ રુપિયાની શરુઆતની રકમ સાથે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેન્ક (સીડબી)ના માધ્યમથી પુનર્વિત બારી
– રાષ્ટ્રીય ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (એનસીજીટીસી)ના માધ્યમથી એક ઋણ ગેરંટી તંત્રનું સર્જન
– ધિરાણ લેનારાઓને ઋણ પૂર્વ ચરણ અને સંચાલનો બન્ને પ્રક્રિયાઓ દરમ્યાન સહયોગ આપવો. તેમાં લેખા ક્રય સેવાઓની સાથે તેમની ઘનિષ્ટતાને વધારવી, ઓનલાઇન પ્લેટફોર્મ અને ઈ-માર્કેટ સ્થાનોની સાથે રજીસ્ટ્રેશન તથા સર્વશ્રેષ્ઠ પ્રચલનો અને સમસ્યા સમાધાન પર સત્રોનું આયોજનનો સમાવેશ થાય છે.
આ યોજનાનું વિવરણ આ પ્રકારે છે –
– અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ બન્ને માટે સમર્થન એકઠું કરવા પર ધ્યાન કેન્દ્રિત
– આ મંજૂરીનો સમગ્ર ઉદ્દેશ્ય વસતીનાં એવા સુવિધા વંચિત ક્ષેત્રો સુધી બેન્ક ધિરાણની સુવિધા પુરી પાડવા માટે સંસ્થાગત ઋણ સંરચનાનો લાભ લેવાનો છે. આ બેન્ક ઋણ અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિ અને મહિલા વર્ગના એવા કર્જદારો દ્વારા રચાયેલ બિન કૃષિ ક્ષેત્રમાં ગ્રીન ફિલ્ડ ઉદ્યમો માટે 10 લાખથી 100 લાખ રુપિયાની વચ્ચે અને સાત વર્ષની અવધિ સુધી પુનઃચૂકવણીને યોગ્ય હશે.
– આ યોજના હેઠળ ઋણ ઉપરોક્ત રુપથી સંરક્ષિત અને એક ઋણ ગેરંટી યોજનાના માધ્યમથી ઋણ ગેરંટીથી સમર્થિત હશે, જેના માટે આર્થિક સેવા વિભાગ કામ પાર પાડશે અને રાષ્ટ્રીય ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (એનસીજીટીસી) સંચાલક એજન્સી હશે.
– સમગ્ર ઋણનું માર્જીન ધન 25 ટકા સુધી રહેશે. રાજ્ય યોજનાઓની સાથે સમન્વયથી અનેક લેણદારો માટે માર્જીન ધન જરુરિયાતમાં વાસ્તવિક ઘટાડો થવાની આશા છે. એક અવધિ પછી આવો એક પ્રસ્તાવ છે કે ક્રેડિટ બ્યૂરોના માધ્યમથી ધિરાણ લેનારાઓ માટે એક ઋણ ઇતિહાસનું નિર્માણ કરવામાં આવશે.
UM/AP/J.KHUNT/GP