પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સ્ટોક એક્સચેન્જ, ડિપોઝિટરી, બેંકિંગ કંપની, વીમા કંપની, કોમોડિટી ડેરિવેટિવ એક્સચેન્જ માટે ભારતીય સ્ટોક એક્સચેન્જીસમાં વિદેશી શેરધારકોની મર્યાદા 5 ટકાથી વધારીને 15 ટકા કરવાની મંજૂરી આપી છે. મંત્રીમંડળે ગૌણ બજાર ઉપરાંત સ્ટોક એક્સેચન્જીસમાં પ્રારંભિક ફાળવણી મારફતે હિસ્સો ખરીદવા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને છૂટ આપવાની દરખાસ્તને મંજૂરી પણ આપી છે.
આ કદમથી અત્યાધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓના સ્વીકારને વેગ સાથે/સુવિધા સુલભ થવાથી ભારતીય સ્ટોક એક્સચેન્જીસની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો થશે, જે ભારતીય મૂડી બજારની સંપૂર્ણ વૃદ્ધિ અને વિકાસ તરફ દોરી જશે.
નાણાંપ્રધાન શ્રી અરુણ જેટલીએ 2016-17 યુનિયન બજેટ રજૂ કરતી વખતે સ્થાનિક સંસ્થાઓની જેમ ભારતીય સ્ટોક એક્સચેન્જીસમાં વિદેશી કંપનીઓ માટે રોકાણની મર્યાદા 5 ટકાથી વધારીને 15 ટકા કરવા સાથે સંબંધિત એફડીઆઇ પોલિસીમાં સુધારાની જાહેરાત કરી હતી, જેના અમલને ધ્યાનમાં રાખીને આ મંજૂરી આપવામાં આવી છે.
TR