Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને દવાનાં ક્ષેત્રમાં ભારત અને ક્યુબા વચ્ચે થયેલા સમજૂતીકરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને દવાનાં ક્ષેત્રમાં ભારત અને ક્યુબા વચ્ચે સહયોગ સંબંધિત સમજૂતી કરાર (એમઓયુ)ને અગાઉની અસર સાથે મંજૂરી આપી છે. આ એમઓયુ પર નવી દિલ્હીમાં 6 ડિસેમ્બર, 2017નાં રોજ હસ્તાક્ષર થયા હતાં.

આ એમઓયુમાં નીચેનાં ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત કરવાની બાબતો સામેલ હશે –

1. ડોક્ટર્સ, અધિકારીઓ, સ્વાસ્થ્ય ક્ષેત્રનાં અન્ય વ્યાવસાયિકો અને નિષ્ણાતોનાં આદાનપ્રદાન તથા તાલીમ

2. માનવ સંસાધન અને સ્વાસ્થ્ય સેવાઓનાં વિકાસ તથા સ્વાસ્થ્ય સુવિધા કેન્દ્નોની સ્થાપનામાં સહાયતા

3. સ્વાસ્થ્યમાં માનવ સંસાધનને ટૂંકા ગાળા માટે તાલીમ

4. દવા, ચિકિત્સા ઉપકરણો અને સૂચનાનાં આદાનપ્રદાન માટે નિયમ

5. દવા અને પક્ષો દ્વારા અન્ય ઓળખ કરાયેલા ક્ષેત્રોમાં વેપારનાં વિકાસની તકોને પ્રોત્સાહન

6. જેનેરિક અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા તથા દવાનાં પુરવઠાનાં સંબંધમાં સહાયતા

7. સ્વાસ્થ્ય ઉપકરણો અને ઔષધીય ઉત્પાદનોની ઉપલબ્ધતા

8. પારસ્પરિક નિર્ણય અનુસાર સહયોગનાં અન્ય ક્ષેત્ર

આ એમઓયુનાં અમલ પર નજર રાખવા અને સમજૂતી અંતર્ગત અન્ય વિગતો માટે સંયુક્ત કાર્ય જૂથ સ્થાપિત કરવામાં આવશે.

GP