Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્રમાં ભારત અને સ્વાજીલેન્ડ વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા મંત્રીમંડળે ભારત અને સ્વાજીલેન્ડ વચ્ચે સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્રમાં સહયોગ પર સમજૂતી કરાર માટે કાર્યોત્તર મંજૂરી આપી છે. આ સમજૂતી પર 9 એપ્રિલ, 2018ના રોજ હસ્તાક્ષર થયા હતા.

સમજૂતી સહયોગમાં નીચે જણાવેલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે :-

i) દવા અને ઔષધિય ક્ષેત્રનાં ઉત્પાદનો;

ii) તબીબી ઉપભોક્તા ઉત્પાદનો;

iii) તબીબી સંશોધન;

iv) તબીબી સાધનો;

v) જાહેર આરોગ્ય;

vi) ચેપી રોગ નિયંત્રણ અને દેખભાળ;

vii)    આરોગ્ય પ્રવાસન; અને

viii) પારસ્પરિક હિતનાં કોઈપણ અન્ય ક્ષેત્ર.

 

આ સમજૂતીને આગળ વધારવા અને તેના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે કાર્યકારી સમિતિની સ્થાપના કરવામાં આવશે.

 

NP/J.Khunt/GP/RP