Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે હૈદરાબાદમાં સીઆઇઆરડીએપી સેન્ટર સ્થાપિત કરવા માટે થયેલી સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા એશિયા અને પેસિફિક માટે સંકલિત ગ્રામીણ વિકાસ પરનાં કેન્દ્ર (સીઆઇઆરડીએપી) વચ્ચે હૈદરાબાદમાં રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંસ્થા (એનઆઇઆરડીએન્ડપીઆર)માં સીઆઇઆરડીએપીની સ્થાપના માટે સમજૂતી પર થયેલા હસ્તાક્ષર માટે મંજૂરી આપી હતી.

એનઆઇઆરડીએન્ડપીઆર સંકુલમાં સીઆઇઆરડીએપી સેન્ટર ગ્રામીણ વિકાસ કાર્યક્રમોમાં કુશળ સંસ્થાઓ સાથે નેટવર્કિંગની પ્રાથમિક જાણકારી ધરાવવાનો લાભ એનઆઇઆરડીએન્ડપીઆરને આપશે, જેથી એનઆઇઆરડીએન્ડપીઆર માટે સંસ્થાગત જાણકારીની રિપોઝિટરી બનાવવામાં મદદ મળશે. આ કેન્દ્ર એનઆઇઆરડીએન્ડપીઆરને સીઆઇઆરડીએપી સભ્ય રાષ્ટ્રો (સીએમસી)માં અન્ય મંત્રાલયો/સંસ્થાઓ સાથે જોડાણ મારફતે વિસ્તારમાં તેનો દરજ્જો વધારવામાં પણ મદદરૂપ થશે. એનઆઇઆરડીએન્ડપીઆરના ફેકલ્ટી અને મંત્રાલયના અધિકારીઓને સીએમસીમાં શ્રેષ્ઠ પદ્ધતિની જાણકારીનું આદાનપ્રદાન કરવાનો લાભ મળશે. કેન્દ્ર સંકલિત ગ્રામીણ વિકાસના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરશે, ખાસ કરીને સીએમસી સભ્ય રાષ્ટ્રોની અંદર ગરીબી નાબૂદી કાર્યક્રમો માટે કામ કરશે.

પૃષ્ઠભૂમિ

સીઆઇઆરડીએપી પ્રાદેશિક આંતર-સરકારી અને સ્વાયત્ત સંસ્થા છે, જેની રચના એશિયા પેસિફિક વિસ્તારના દેશો અને અમેરિકાની ખાદ્ય અને કૃષિ સંસ્થા (એફએઓ)ની પહેલ પર વર્ષ 1979માં થઈ હતી, જેને સંયુક્ત રાષ્ટ્રની અન્ય સંસ્થાઓ અને દાતાઓનો સાથસહકાર પ્રાપ્ત છે. આ સંસ્થાના મહત્વપૂર્ણ સ્થાપક સભ્ય રાષ્ટ્રોમાં ભારત સામેલ છે. તેનું હેડક્વાર્ટર બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં છે. સીઆઇઆરડીએપીનો ઉદ્દેશ પ્રાદેશિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે તથા સંશોધનાત્મક કાર્ય, તાલીમ, માહિતીના પ્રસાર વગેરે મારફતે સંકલિત ગ્રામીણ વિકાસ માટે તેના સભ્ય દેશો માટે સંસ્થા તરીકે કામ કરવાનો છે.

સીઆઇઆરડીએપી ઇન્ડોનેશિયાના જાકાર્તામાં એક સબ-રિજનલ ઓફિસ ધરાવે છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં સીઆઇઆરડીએપીની આ સબ-રિજનલ ઓફિસની સ્થાપના વર્ષ 1997માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં થઈ હતી. તેનો ઉદ્દેશ સીઆઇઆરડીએપીના સભ્યોને સહાય કરવાનો છે તથા દક્ષિણ એશિયા વિસ્તાર સાથે પ્રસ્તુત પ્રાયોગિક પ્રોજેક્ટ્સ હાથ ધરવા અને તાલીમ સંશોધન હાથ ધરવા તેના સંસાધનોનો અસરકારક ઉપયોગ કરવાનો છે. એશિયા પેસિફિક વિસ્તારમાં 46 દેશો છે, એટલે સીઆઇઆરડીએપી વિસ્તરણ માટેની સારી સંભવિતતા ધરાવે છે, જે માટે તેમને સીઆઇઆરડીએપી કેન્દ્રો દ્વારા સહાય મળશે.

TR