પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં 2017-18 દરમિયાન 4,10,000 બેલટ યુનિટ (બીયુ) અને 3,14,00 કન્ટ્રોલ યુનિટ (સીયુ) તથા 2018-19 દરમિયાન 4,35,606 બેલટ યુનિટ અને 71,716 કન્ટ્રોલ યુનિટની ખરીદ માટે ચૂંટણી પંચની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ ખરીદી ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ (બીઇએલ), બેંગલોર અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ઇસીઆઇએલ), હૈદરાબાદ મારફતે થશે.
મંત્રીમંડળે ચૂંટણી પંચને મેસર્સ બીઇએલ અને મેસર્સ ઇસીઆઇએલની ઉત્પાદન ક્ષમતા અને મશીનોના પુરવઠાની અગાઉની કામગીરીને આધારે અલગઅલગ પ્રમાણમાં ઓર્ડર આપવા અધિકૃત પણ કર્યું છે.
આ ખરીદીને પરિણામે વર્ષ 2000થી વર્ષ 2005 દરમિયાન ખરીદવામાં આવેલા અને જૂનાં થયેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને તબક્કાવાર રીતે દૂર કરવામાં મદદ મળશે. વળી તે ચૂંટણી પંચને વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ હાથ ધરવા જરૂરિયાતોને પૂર્ણ કરવા પર્યાપ્ત સ્ટોક કરવા સક્ષમ બનાવશે. ચૂંટણી પંચને અલગ-અલગ પ્રમાણમાં ઓર્ડર આપવા અધિકૃત કરવાથી યુનિટની ખરીદીની પ્રક્રિયા અને સમયસર ડિલિવરીનું ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન પણ સુનિશ્ચિત થશે.
TR