Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે (i) ઇન્ટર-બેંક લોકલ કરન્સી ક્રેડિટ લાઇન સમજૂતી અને (ii) બ્રિક્સ ઇન્ટરબેંક કોઓપરેશન મિકેનીઝમ હેઠળ એક્ઝિમ બેંક દ્વારા ક્રેડિટ રેટિંગ્સ સાથે સંબંધિત સહકાર નિવેદન પર હસ્તાક્ષરને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે (1) ઇન્ટરબેંક લોકલ કરન્સી ક્રેડિટ લાઇન એગ્રીમેન્ટ અને (2) બ્રિક્સ ઇન્ટરબેંક કોઓપરેશન મિકેનિઝમ હેઠળ સહભાગી સભ્ય બેંકો સાથે એક્ઝિમ બેંક દ્વારા ક્રેડિટ રેટિંગ્સ સંબંધિત સહકારી નિવેદન પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે. આ બંને સમજૂતી અને સમજૂતીકરાર મૂળ સંધિઓ છે અને ફરજિયાત કે બાધ્ય નથી. એક્ઝિમ બેંકનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વાટાઘાટ કરવાની અને કોઈ પણ કોન્ટ્રાક્ટ પૂર્ણ કરવાની તથા તેમનાં માળખાની અંદર પ્રતિબદ્ધતા પૂર્ણ કરવાની સત્તા ધરાવે છે.

અસર

સમજૂતીઓ પારસ્પરિક લાભનાં ક્ષેત્રની અંદર બહુપક્ષીય આદાનપ્રદાનને પ્રોત્સાહન આપશે, જે બ્રિક્સ દેશો સાથે રાજકીય અને આર્થિક સંબંધોને ગાઢ બનાવશે.

સમજૂતી પર હસ્તાક્ષર એક્ઝિમ બેંકને સીડીએસ, વીઇબી અને બીએનડીઇએસ જેવી મોટી વિકાસ ધિરાણ સંસ્થાઓ સાથે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મમાં સ્થાન આપશે. ઉચિત સમયે એક્ઝિમ બેંક આ સમજૂતીનો ઉપયોગ કરીને કોઈ પણ સભ્ય સંસ્થાઓ સાથે દ્વિપક્ષીય સમજૂતી કરીને તેનાં વ્યવસાય માટે સંસાધનો ઊભા કરી શકે છે. જ્યારે વાણિજ્યિક શરતોમાં સહ-ધિરાણ માટે તકો ઊભી થશે, ત્યારે કોઈ પણ બે સભ્ય સંસ્થાઓ (ઉદાહરણ તરીકે, ભારત અને દક્ષિણ આફ્રિકા) દ્વારા, બંને સંસ્થાઓ દ્વારા એક ચલણમાં ધિરાણ પ્રદાન કરવાનું સંભવિત બનાવશે.

પૃષ્ઠભૂમિ

એક્ઝિમ બેંક ભારતનાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે ધિરાણ પૂરું પાડે છે, તેની સુલભતા ઊભી કરે છે અને તેને પ્રોત્સાહન આપે છે. તે શિપમેન્ટ પૂર્વે અને શિપમેન્ટ પછીનાં તબક્કાઓમાં ટેકનોલોજીની આયાત, ઉત્પાદન વિકાસની નિકાસ, નિકાસ ઉત્પાદન અને નિકાસ ધિરાણ તથા વિદેશી રોકાણ માટેનાં વ્યાવસાયિક ચક્રનાં વિવિધ તબક્કાઓમાં સ્પર્ધાત્મક દરે ધિરાણ પ્રદાન કરે છે.

ઇન્ટરબેંક લોકલ કરન્સી ક્રેડિટ લાઇન સમજૂતી

બ્રિક્સ ઇન્ટરબેંક કોઓપરેશન મિકેનિઝમ હેઠળ સ્થાનિક ચલણમાં એક્ષ્ટેન્ડેડ ક્રેડિટ ફેસિલિટી પર પ્રારંભિક માસ્ટર સમજૂતી પાંચ વર્ષ માટે માન્ય હતી, જે માર્ચ, 2017માં પૂર્ણ થઈ છે. કેટલીક સભ્યો બેંકો (સીડીબી અને વીઇબી તથા સીડીબી અને બીએનડીઇએસ જેવી)એ વર્ષ 2012માં થયેલી માસ્ટર સમજૂતી હેઠળ સ્થાનિક ચલણમાં ધિરાણ માટે દ્વિપક્ષીય સમજૂતીઓ કરી છે, એ સમજી શકાય છે. વપરાશ કરવા માટે હાલની સ્થિતિ બહુ ઉચિત નથી છતાં તે ભવિષ્યમાં ઉચિત તક ઊભી થવાનાં કેસમાં સક્ષમ ખાસિયત તરીકે આ સમજૂતીને જાળવી રાખવું ઉપયોગી હતું. એક્ઝિમ બેંક જોખમ ઘટાડવા વિવિધ ચલણોમાં ઓફ-શોર બજારમાં સંસાધનો ઊભા કરે છે અને જોખમ ઘટાડવા અદલાબદલી કરે છે. મૂળ સમજૂતી સભ્યો બેંકો સાથે દ્વિપક્ષીય સમજૂતીઓ કરવા અનેબલર તરીકે કામ કરશે, જે હસ્તાક્ષરકર્તાઓનાં રાષ્ટ્રીય કાયદા, નિયમો અને આંતરિક નીતિઓને આધિન છે.

ક્રેડિટ રેટિંગ્સ સાથે સંબંધિત સહકાર નિવેદન

તે અન્ય બેંક પાસેથી પ્રાપ્ત થનાર વિનંતીને આધારે બ્રિક્સમાં સભ્ય દેશોની બેંકો વચ્ચે ક્રેડિટ રેટિંગ્સ વહેંચવા સક્ષમ બનાવશે. તેનાથી આંતરરાષ્ટ્રીય ધિરાણ સાથે સંબંધિત ધિરાણનું જોખમ ઘટાડવા માટે આદર્શ વ્યવસ્થા ઊભી થશે. ભવિષ્યમાં આ પ્રકારની વ્યવસ્થા બ્રિક્સ દેશો દ્વારા વૈકલ્પિક રેટિંગ એજન્સી ધરાવવાની દરખાસ્ત માટે પ્રી-કર્સર તરીકે પણ કામ કરી શકે છે.

ચીનનાં શિયામેનમાં 4 સપ્ટેમ્બર, 2017નાં રોજ આયોજિત બ્રિક્સ બેઠકમાં વિવિધ દેશોનાં લીડર દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્રિક્સ લીડર્સ શિયામેન ડેક્લેરેશનમાં સમજૂતી અને સમજૂતીકરાર (એમઓયુ)નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

NP/J.Khunt