પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ દ્વારા નવી દિલ્હીમાં સહાયક સચિવાલય કાર્યાલય સહિત આપત્તિ વ્યવસ્થાપન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય ગઠબંધન (સીડીઆરઆઇ)ની સ્થાપનાને કાર્યોત્તર મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવને પ્રધાનમંત્રીએ 13 ઑગસ્ટ 2019ના રોજ મંજૂરી આપી હતી.
અમેરિકાના ન્યૂયોર્કમાં 23 સપ્ટેમ્બર 2019ના રોજ સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન શિખર સંમેલન દરમિયાન સીડીઆરઆઇનો શુભારંભ કરવાનો પ્રસ્તાવ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ દ્વારા આયોજિત આ શિખર સંમેલન જળવાયુ પરિવર્તનના પ્રભાવો અને તેના પરિણામે આવનારી આપત્તિઓનો સામનો કરવાની દિશામાં પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં રાષ્ટ્રાધ્યક્ષોને એક સાથે લાવશે અને સીડીઆરઆઇ માટે આવશ્યક ઉચ્ચ સ્તર પર ધ્યાન આપવા યોગ્ય બનાવશે.
અન્ય બાતો ઉપરાંત નીચે દર્શાવેલ પહેલોને મંજૂરી આપવામાં આવી છે:
અ) નવી દિલ્હીમાં સહાયક સચિવાલય કાર્યાલય સહિત આપત્તિ વ્યવસ્થાપન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય ગઠબંધન (સીડીઆરઆઇ)ની સ્થાપના;
બ) સંસ્થા રજિસ્ટ્રેશન અધિનિયમ, 1860 અંતર્ગત સંસ્થાના રૂપમાં સીડીઆરઆઇના સચિવાલયની નવી દિલ્હીમાં સ્થાપના ‘સીડીઆરઆઇ સંસ્થા’ અથવા તેને ભળતા નામથી ઉપલબ્ધતાના આધારે કરવામાં આવશે. સંસ્થાના મેમોરેન્ડમ અને ‘સીડીઆરઆઇ સંસ્થા’ના ઉપનિયમોને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ) દ્વારા યથાસમયે તૈયાર કરવામાં આવશે અને તેને અંતિમ રૂપ આપવામાં આવશે.
ક) સીડીઆરઆઇને ટેકનિકલ સહાય અને રિસર્ચ પરિયોજનાઓના નિરંતર આધાર પર આર્થિક સહાય કરવા માટે, સચિવાલય કાર્યાલયની સ્થાપના કરવા તેમજ વારંવાર થતા ખર્ચ માટે વર્ષ 2019-20થી 2023-24 સુધી પાંચ વર્ષના સમયગાળા માટે જરૂરી રકમ માટે ભારત સરકાર તરફથી 480 કરોડ રૂપિયા (લગભગ 70 મિલિયન ડોલર)ની સહાયને સૈદ્ધાંતિક મંજૂરી આપવી; અને
ડ) ચાર્ટર દસ્તાવેજનું સમર્થિત સ્વરૂપ સીડીઆરઆઇ માટે સંસ્થાપક દસ્તાવેજનું કાર્ય કરશે. એનડીએમએ દ્વારા વિદેશ મંત્રાલયના પરામર્શથી સંભવિત સભ્ય દેશો પાસેથી માહિતી લીધા પછી આ ચાર્ટરને અંતિમ રૂપ આપવામાં આવશે.
મુખ્ય પ્રભાવ:
સીડીઆરઆઇ એક એવા મંચ તરીકે સેવા પ્રદાન કરશે જ્યાં આપત્તિ અને જળવાયુને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પાસાઓ અંગે જાણકારી એકત્ર કરવામાં આવશે અને તેનું આદાન-પ્રદાન કરવામાં આવશે. આ વિવિધ હિતધારકોની ટેકનિકલ તજજ્ઞતાને એક સ્થાન પર એકત્ર કરશે. આ ક્રમમાં, આ એક એવી વ્યવસ્થાનું સર્જન કરશે જે દેશને અનેક જોખમોના સંદર્ભ તથા આર્થિક જરૂરિયાતો અનુસાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે તેમની ક્ષમતાઓ અને કાર્ય પદ્ધતિઓને ઉન્નત બનાવવામાં સહાયતા કરશે.
આ પહેલથી સમાજના તમામ વર્ગને લાભ થશે. આર્થિકરૂપે નબળા વર્ગ, મહિલાઓ અને બાળકો આપત્તિના પ્રભાવની દૃશ્ટિએ સમાજના સૌથી અસુરક્ષિત વર્ગ હોય છે અને આવી સ્થિતિમાં આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા સંબંધે જ્ઞાન અને કાર્યપદ્ધતિઓમાં સુધારો આવવાથી તેમને લાભ થશે. ભારતમાં, પૂર્વોત્તર અને હિમાલયના વિસ્તારોમાં ભૂકંપનું જોખમ, દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત વાવાઝોડા અને સુનામીનું જોખમ અને મધ્ય દ્વીપકલ્પ વિસ્તારો દુકાળના જોખમ વાળા વિસ્તારો છે.
નવીનતા:
વિવિધ પ્રકારની આપત્તિઓમાં જોખમ અને વિકાસના સંદર્ભો વાળા વિવિધ દેશોમાં આપત્તિના જોખમોમાં ઘટાડા સંબંધિત વિવિધ પાસાઓ પર અનેક પ્રકારની પહેલ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સંબંધિત અનેક પ્રકારની પહેલ ઉપલબ્ધ છે.
આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વૈશ્વિક સંગઠનો એ ચિંતાઓ દૂર કરશે જે વિકાસશીલ અને વિકસિત દેશો, નાના અને મોટા અર્થતંત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની પ્રારંભિક અને ઉન્નત અવસ્થાઓ વાળા દેશો તથા મધ્યમ તેમજ ઉચ્ચ આપત્તિ જોખમો વાળા દેશોમાં સમાન રૂપે અસ્તિત્વમાં છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરતા સેન્ડાઇ ફ્રેમવર્ક, સતત વિકાસનું લક્ષ્ય (એસડીજી) અને જળવાયુ પરિવર્તન અનુકૂલનના મિલન-બિંદુ પર નક્કર પહેલ સંબંધિત કેટલાક કાર્ય છે. આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરવાથી એક જ સમયે સેન્ડાઇ ફ્રેમવર્ક અંતર્ગત હાનિમાં ઘટાડો લાવવા સંબંધિત લક્ષ્યો પર ધ્યાન આપવામાં આવશે, અનેક એસડીજી પર ધ્યાન આપી શકાશે તેમજ જળવાયુ પરિવર્તન સંબંધિત અનુકૂલનમાં પણ યોગદાન મળશે. આથી, આપત્તિ વ્યવસ્થાપન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય ગઠબંધન માટે સ્પષ્ટ અવસર છે.
ભારતના વિવિધ ક્ષેત્રોમાં કુદરતી જોખમના ખતરા સંબંધિત માહિતીનું પ્રકાશન થવાથી લોકોને પોતાના વિસ્તારોમાં જોખમ અંગે સમજવાની તક મળશે તેમજ તેઓ સ્થાનિક અને રાજ્ય સરકારોને જોખમોમાં ઘટાડો લાવવા માટે ઉપયાગોની માંગ કરી શકશે.
RP