પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ફિનલેન્ડ વચ્ચે બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં પરસ્પર હિતના આધારે સહયોગ સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરારને પોતાની મંજૂરી આપી દીધી છે. આ સમજૂતીકરાર સંશોધન વિકાસ અને નવીનતાનાં વ્યાપક કાર્યક્ષેત્રમાં મહત્ત્વાકાંક્ષી ઉદ્યોગ દ્વારા શરુ કરાયેલીનવીન અને આંતરરાષ્ટ્રીય યોજના માટે ભંડોળ મેળવવા અને તેનો અમલ કરવા માટે કરવામાં આવ્યો છે.
લાભઃ
આ સમજૂતીકરાર લાંબા ગાળાનાં સંશોધન, વિકાસ અને નવીનતા માટે સહયોગ સ્થાપિત કરવા તથા ભારત અને ફિનલેન્ડનાં સંગઠનો વચ્ચે સહયોગ નેટવર્કને સ્થાપિત અને મજબૂત બનાવવામાં સહાયતા પ્રદાન કરશે. ઉચ્ચ આંતરરાષ્ટ્રીય માપદંડોની જરૂરિયાત પર આધારિત મહત્ત્વાકાંક્ષી સંયુક્ત પરિયોજનાઓને નાણાકીય પોષણ દ્વારા બંને દેશોનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સ્તરનાં નવીનતા લાભોને બંને દેશો સુધી પહોંચવામાં સહાયતા કરવાનો છે. એનાથી બંને દેશોનાં વૈજ્ઞાનિકો, સંશોધનકર્તાઓ અને ઉદ્યોગ વચ્ચે માહિતીનું આદાન પ્રદાનકરવા અને જ્ઞાનનું સર્જન કરવામાં મદદ મળશે.
વિગતઃ
iii. સ્ટાર્ટ-અપ અને વિકસતી કંપનીઓનાં વેપારનો વિકાસ;
પૃષ્ઠભૂમિઃ
આ સમજૂતીકરાર પર ફિનલેન્ડ પ્રજાસત્તાકની સરકાર અને ભારત સરકાર વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર અનુસાર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. સમજૂતીકરાર પર 25 માર્ચ, 2008નાં રોજહેલસિંકીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. એમાં પારસ્પરિક હિતોનાં આધારે ફિનલેન્ડ અને ભારતીય સંગઠનો વચ્ચે લાંબા ગાળાનાં સંશોધન અને વિકાસ તથા ઇન્નોવેશન (આઈએન્ડડીએન્ડઆઈ) સહયોગને પ્રોત્સાહન આપવા પર સંમતિ આપવામાં આવી હતી.
J.Khunt/RP