Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મધ્યસ્થી અને સમાધાન વિધેયક- 2015માં સંશોધન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લૉ કમિશન (વિધિ આયોગ)ની ભલામણ અને હિતધારકો દ્વારા મળેલા સૂચનાને ધ્યાનમાં રાખીને મધ્યસ્થી અને સમાધાન વિધેયક – 2015માં સંશોધનોને મંજૂરી આપવામાં આવી છે. ભારત સરકારે સંસદમાં મધ્યસ્થી અને સમાધાન (સંશોધન) વિધેયક 2015 રજૂ કરીને મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ 1996માં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે.

તેની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે.

1. મધ્યસ્થીની નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે કલમ 12મા આ આશયનો સંશોધન કરવાનો પ્રસ્તાવ છે કે જ્યારે કોઇ વ્યક્તિનો નિયુક્તિ અંગે સંપર્ક કરવામાં આવે છે તો તે લેખિતમાં પોતાના કોઇ સંબંધીની ઉપસ્થિતિ અથવા કોઇપણ પ્રકારના હિત અંગે લેખિતમાં તમામ પ્રકારની જાણકારી આપશે જેને કારણે આગળના સમયમાં કોઇપણ પ્રકારની શંકા ઉભી થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત કોઇ વ્યક્તિ સાથે નિર્દિષ્ટ સંબંધ છે તો તેને એક મધ્યસ્થી તરીકે નિયુક્ત કરવું એ અયોગ્ય રહેશે.

2. તેમાં એવી જોગવાઈનો સમાવેશ કરવામાં આવશે કે મધ્યસ્થ પંચાટ 12 મહિનાની અંદર પોતાનો અવોર્ડ આપશે. પક્ષકારો આવી અવધિને છ મહિના સુધી લંબાવી શકે તેમ છે. ત્યાર પછી યોગ્ય કારણના આધારે જ આ સમય અવધિમાં માત્ર ન્યાયાલય દ્વારા વધારો કરી શકાશે. આ અવધિ વધારતી વખતે ન્યાયાલય મધ્યસ્થના શુલ્કમાં કપાત કરવાનો આદેશ આપી શકે છે જે એક મહિનાના વિલંબ બદલ પાંચ ટકાથી વધારે નહીં હોય. આ અવાર્ડ છ મહિનાની અંદર આપી દેવામાં આવે છે તો મધ્યસ્થ પક્ષકારોની સંમતિ હોવાના આધારે વધારાનો શુલ્ક આપી શકાય તેમ છે.

3 મધ્યસ્થતા આયોજીત કરવા માટે ત્વરિત પ્રક્રિયા માટે એક જોગવાઈ સમાવેશ કરવાનો પ્રસ્તાવ છે. વિવાદવાળા પક્ષકારો એ સંમતિ આપી શકે છે કે તેમનો વિવાદ ત્વરિત પ્રક્રિયાના માધ્યમથી ઉકેલવામાં આવે. આવા કિસ્સામાં ચૂકાદો છ મહિનાની અંદર આપવામાં આવશે.

4. મધ્યસ્થ ચૂકાદાને પડકારવાના આધારથી સંબંધિત કલમ 34માં સંશોધન. આ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ ચૂકાદો છેતરપિંડી અથવા ભ્રષ્ટાચાર દ્વારા પ્રભાવિત થઇને આપવામાં આવ્યો છે તે ભારતીય કાયદાની મૌલિક નીતિનું ઉલ્લંઘન કરે છે અથવા આ નૈતિકતા અથવા ન્યાયના મૂળ પ્રસ્તાવનો પ્રતિરોધી છે તો આ ચૂકાદો ભારતની જન નીતિ વિરોધી માનવામાં આવશે.

5. ચૂકાદાને પડકારનારાઓની અરજીનો નિકાલ ન્યાયાલય દ્વારા એક વર્ષની અંદર કરવાની નવી જોગવાઈ

6. કલમ 36માં આ હેતુનો સંશોધન કરવું કે ચૂકાદાને પડકારવા માટે ફક્ત અરજી કરવાથી જ ચૂકાદાના અમલ પર આપમેળે રોક નહીં લાગી શકે. ચૂકાદાને ફક્ત ત્યારે જ અટકાવી શકાય કે જ્યારે કોઇ પક્ષકાર દ્વારા કરવામાં આવેલી અરજી અંગે ન્યાયાલય દ્વારા વિશિષ્ટ આદેશ કરવામાં આવેલો હોય.

7. કલમ 11માં આ હેતુની એક પેટાકલમ જોડવામાં આવશે કે કોઇ મધ્યસ્થીની નિયુક્તિની અરજીનો નિકાલ ઉચ્ચ ન્યાયાલય અથવા ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા શક્ય એટલી ઝડપથી કરવામાં આવશે અને એવો પ્રયાસ થવો જોઇએ કે નિકાલ 60 દિવસની અંદર આવી જાય.

8. કિંમત પ્રક્રિયા માટે વ્યાપક જોગવાઈઓને ઉપલબ્ધ કરાવવા માટે નવી કલમ 31અ જોડવામાં આવશે, તે મધ્યસ્થોની સાથે સાથે ન્યાયાલયમાં વાદ સંદર્ભે પણ લાગૂ પડાશે.

9. ન્યાયાલયને કલમ 9 હેઠળ અનુદાન આપવા માટે જે અધિકાર મળ્યો છે તેનાથી મધ્યસ્થ પંચાટોને સશક્ત બનાવવા માટે કલમ 17માં સંશોધન કરવામાં આવી રહ્યું છે, જેથી તેના આદેશ પણ એ પ્રકારે જ લાગૂ કરવા માટે લાયક બને જાણે કે ન્યાયાલયનો આદેશ હોય.

10. ઉપરોક્ત જણાવ્યા ઉપરાંત કલમ 2(1)(ઈ), 2(1)(એફ)(3), 7(4)(બી), 8(1) અને (2), 9, 11, 14(1), 23, 24, 25, 28(3), 31(7)(બ), 34(2એ) 37, 48, 56 અને કલમ 57 માં સંશોધન માટે પ્રસ્તાવ છે જેથી મધ્યસ્થ પ્રક્રિયાને વધારે પ્રભાવી બનાવી શકાય.

ભારત સરકાર મધ્યસ્થતાને ઉપયોગકર્તાઓના અધિક અનુકૂળ અને કિંમત પ્રભાવી બનાવીને વાણિજ્યિક વિવાદોના સમાધાન કરવા માટે તેને વધારે સ્વીકારવાવાળી વિધિ બનાવવાના પ્રસ્તાવ પર વિચાર કરે છે. આવા કિસ્સાઓમાં ઝડપથી નિકાલ થશે. ભારત સરકાર મધ્યસ્થતા સંબંધિત કાયદાકીય માળખાને સુધારવા માટે પ્રતિબદ્ધ છે. ભારતના કાયદા પંચે પોતાના 246મા અહેવાલમાં મધ્યસ્થ અને સમાધાન અધિનિયમ 1996 માં વિભિન્ન સંશોધન કરવા માટે ભલામણ કરી છે જેથી ભારત આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક મધ્યસ્થતાનું કેન્દ્ર બની શકે. કાયદા પંચે જન નીતિ-246મો અહેવાલ પછી વિકાસ પર મધ્યસ્થતા અધિનિયમ 1996માં સંશોધનો પર એક પૂરક અહેવાલ ક્રમાંક 246 રજૂ કર્યો છે, જેથી ભારત આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક મધ્યસ્થતાનું કેન્દ્ર બની શકે. કાયદા પંચે આપેલા પૂરક અહેવાલ 246માં કાયદા પંચે ઉચ્ચતમ ન્યાયાલયના તદવર્તી નિર્ણયોને ધ્યાનમાં રાખીને આ અધિનિયમની કલમ 34(બી)માં સંશોધન કરવાની ભલામણ કરી છે.

UM/AP/J.Khunt/GP