પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં મધ્ય પ્રદેશ સરકારને લગભગ 478.307 હેક્ટર જમીન પરત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમાં અંદાજે 461.607 હેક્ટર ખાનગી સંપાદિત જમીન અને 16.70 હેક્ટર સરકારી જમીનનો સમાવેશ થાય છે. આ જમીનની કિંમત અંદાજે 470 કરોડ રુપિયા થાય છે. તેને નેશનલ ઓટોમોટિવ ટેસ્ટિંગ એન્ડ આર એન્ડ ડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એટલે કે એનએટીઆરઆઈપી હેઠળ મધ્યપ્રદેશના ઇન્દોરના પીથમપુરમાં ઓટો ટેસ્ટિંગ ટ્રેક (એનએટીઆરઆઈએક્સ) માટે લેવામાં આવી હતી.
પરત કરવામાં આવેલી ભૂમિનું રાજ્ય સરકાર દ્વારા ઓટો અને સંબંધિત સહાયક ઉદ્યોગોને ફાળવણી કરવામાં આવી શકશે, જે વર્તમાન એનએટીઆરઆઈએક્સ પર સહક્રિયાશીલ અસર પાડી શકશે.
AP/J.Khunt