Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મલેશિયાના પ્રધાનમંત્રી સાથેની સંયુકત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું મીડિયા સમક્ષ નિવેદન

માનનીય પ્રધાનમંત્રી દાતો શ્રી નજીબ ટુન રઝાકજી,

મીડિયાના સભ્યો,

આભાર, પ્રધાનમંત્રીશ્રી આપની ઉષ્માપૂર્ણ લાગણી અને ઔદાર્યપૂર્ણ સરભર માટે.

આશિયાન અને પૂર્વ એશિયાની શિખર પરિષદોની વચ્ચે, મારૂં સ્વાગત કરવાની આપની શુભ ચેષ્ટા માટે હું આપની ઉંડી કદર કરૂં છું.

અસાધારણ શિખર પરિષદો અને આશિયાન સમાજની સ્થાપના માટે હું આપને અભિનંદન આપું છું. પૂર્વ એશિયાની શિખર પરિષદની દસમી વર્ષગાંઠે આપના દ્વારા એની સમીક્ષાએ આ પ્રદેશની સૌથી મહત્વની બેઠક માટે સુંદર શરૂઆત કરી છે.

ઉપરાઉપરી બે વિમાની દૂર્ધટનાઓ કોઈપણ દેશના જુસ્સાને તોડી નાંખે. હું આપની નેતાગીરી તેમજ મલેશિયાના લોકોના નિર્ધાર તથા પુનઃબેઠા થવાની એની શક્તિની કદર કરૂં છું.

પ્રધાનમંત્રી શ્રી, હું એ જણાવવા ઈચ્છું છું કે મલેશિયા સાથેના સંબંધો અમારે માટે ઘણા મૂલ્યવાન છે. અને અમે આપણા સંબંધોને એકધારા આગળ ધપાવવા માટે આપની નેતાગીરી માટે આપના આભારી છીએ.

આપણા એકબીજાની સાથે સંકળાયેલા ઈતિહાસના ઘણાં પરિમાણ છે. આપણા સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો ઘણા જૂના છે. મલેશિયામાં વસતાં ભારતીય લોકોનો સમાજ આપણી વચ્ચે એક ખાસ અને મજબૂત કડી સમાન છે. મને એમને સંબોધવાની તક ગઈ કાલે સાંજે મળી હતી.

વિવિધતા અને લોકશાહી આપણી ઓળખ છે. આપણે એક મજબૂત, ગતિશીલ આર્થિક ભાગીદારીનું નિર્માણ કર્યું છે. આપણા દેશો એક સમાન દરિયાઈ માર્ગ ઉપર આવેલા છે.

આપણે આપણા આ પ્રદેશ સંબંધમાં આપણી દ્રષ્ટિ આપણાં સ્વપ્નો તેમજ આપણા અભિગમમાં એકબીજા સાથેગાઢ રીતે સંકળાયેલા છીએ અને પ્રાદેશિક ફોરમમાં એકબીજા સાથે ગાઢ સહકારથી કામ કરીએ છીએ.

આમ, આવી સમૃધ્ધ મૈત્રીની સાથોસાથ, આપણે આપણી શિખર પરિષદો, મંત્રીકક્ષાની મંત્રણા તેમજ સત્તાવાર બેઠકોને વધુ નિયમિત રીતે યોજવા સમંત થયા છીએ એનો મને આનંદ છે.

હું આપને ખાત્રી આપું છું કે, અમે આપણી ભાગીદારીની ગતિશીલતા વધારવા બમણા જોશથી કાર્ય કરીશું.

હું, આપણી સલામતીના ક્ષેત્રે સહકાર માટે આપનો ખાસ આભારી છું. આપણી સલામતીના પડકારો સામે પગલાં ભરવાની આપણી પ્રતિબદ્ધતા ઉપર એમાં ખાસ ભાર મૂકાયો છે. આ બાબતમાં આપણે આપણો સહકાર વધારવાનું ચાલુ રાખીશું.

વિવિધ દેશોમાં તાજેતરમાં થયેલા ત્રાસવાદી હુમલા અને ભારત તથા અફધાનિસ્તાન સામેના વણથંભ્યા ત્રાસવાદી પ્રયાસો આ જોખમના વૈશ્વિક સ્વરૂપની યાદ અપાવે છે.

પ્રધાનમંત્રીશ્રી આપે, ઉદા્મવાદ અને મૂળભૂત જલદ સુધારા સામે લડત આપવામાં, ત્રાસવાદ અને ધર્મ વચ્ચેના કોઈપણ જોડાણનો અસ્વીકાર કરવામાં અને ઈસ્લામનાં સાચાં મૂલ્યો ઉપર પ્રકાશ ફેંકવામાં નેતાગીરી પૂરી પાડી છે.

આ પડકાર સામેના આપણા વૈશ્વિક પ્રયાસોનાં એક મહત્વના પાસાં સંબંધમાં આ એક મોટું પ્રદાન છે.

આપણે સંરક્ષણ ક્ષેત્રે આપણા સહકારને વધુ મજબૂત બનાવીશું, જેમાં દરિયાઈ સલામતીને વધુ વિકસાવવાના તેમજ આપણા પ્રદેશમાં આપત્તિનો સામનો કરવાની વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના પ્રયાસોનો પણ સમાવેશ થશે.

મને એ વાતનો આનંદ છે કે, આપણે આપણી સંયુકત કવાયતોનું ધોરણ વધારવા તથા એસયુ-30 ફોરમ સ્થાપવા સંમત થયા છીએ.

આપણે આપણી કવાયતોનું ધોરણ તેમજ એની જટિલતા સંબધમાં તેમજ તાલીમ અને સંરક્ષણ વિષયક સાધનસામગ્રી અંગે વધુ પ્રયાસો કરીશું.

સાયબર સલામતી સંબંધમાં સહકાર માટે આપણી વચ્ચે થયેલી સમજૂતી ઘણી મહત્વની છે.

આપણું જીવન નેટવર્ક સાથે વધુને વધુ સંકળાતું જાય છે એ જોતાં આ બાબત આપણા યુગની એક સૌથી ગંભીર ચિંતા તરીકે ઉપસી રહી છે.

આપણા વ્યાપાર અને મૂડીરોકાણના સંબંધોમાં સૂચક વધારો થઈ શકે એમ હોવાની પ્રધાનમંત્રીની માન્યતા સાથે હં સંમત થાઉં છું. અમે આપણા દ્વિપક્ષીય કરારો અને ભારત- આશિયાન કરારોની સંપૂર્ણ શકયતાનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો ઈરાદો ધરાવીએ છીએ.

એમ, પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારોનો કરાર વ્હેલી તકે થાય એની રાહ જોઈએ છીએ.

આંતરમાળખાના ક્ષેત્રે મલેશિયાની કાબેલીયત જાણીતી છે. મલેશિયાએ રસ્તાઓનાં ક્ષેત્ર સહિત કેટલાક મહત્વના પ્રોજેકટો ભારતમાં પૂરા કર્યા છે.

આંતરમાળખાના વિસ્તારણ અને અપગ્રેડેશન, મેક ઈન ઈન્ડિયા અને સ્માર્ટ શહેરોના પ્રોજેકટ જેવા ક્ષેત્રોમાં મલેશિયાની હિસ્સેદારી વધે એ જોવાની અમારી ઈચ્છા મેં વ્યકત કરી છે.

ભારતીય કંપનીઓ મલેશિયામાં સારા એવા પ્રમાણમાં પ્રવૃત્ત છે. ઈરકોન અહીં રેલ્વેના માળખાના વિકાસમાં એનો ફાળો આપી રહી છે. મલેશિયાના અર્થતંત્રમાં ભારતીય કંપનીઓ વગેરેની હાજરીનું ધોરણ વધારવાની અમારી ઈચ્છા છે.

પ્રધાનમંત્રીએ અને મેં, નક્કર અને વ્હોલાં પરિણામો દર્શાવવાનાં પગલાં શોધી કાઢવાને સંકલ્પ કર્યો છે. હું આજે મલેશિયાના સી.ઈ.ઓ.ને પણ મળવાનો છું.

જાહેર વહિવટી તંત્ર અને શાસનમાં ક્ષેત્ર આપણા ઉત્કૃષ્ટ સહકારને આપણે સુદ્વઢ કરી રહ્યા છીએ એનો મને આનંદ છે. મે જાતે, અંગત રીતે પેમાન્ડુ સાથે વિચારવિર્મશ કર્યો છે અને મને આનંદ છે કે અમારૂં નીતિ આયોગ એમની સાથે કામ કરશે.

અમે સાંસ્કૃતિક સંબંધો તથા લોકો-લોકો વચ્ચેના સંબંધો ઉપર ખાસ ભાર મૂકીશું.

આપ જાણો છો એમ, હું અને પ્રધાનમંત્રી નજીબ બન્ને, બ્રિકફીલ્ડમાં લિટલ ઈન્ડિયાનાં પ્રવેશ દ્વાર તોરણ ગેટનું ઉદધાટન કરવાના છીએ. આ બારતની એક ભેટ છે, પરંતુ પ્રધાનમંત્રી નજીબ માટે આ એક સ્નેહનો પરિશ્રમ છે, અને આ ભેટ, આપણા સમયની મર્યાદાની મુકત, શાશ્વત સંબંધો અને આપણા લોકોની મૈત્રીનું પ્રતિક બની રહેશે.

અમે મલેશિયાના વિદ્યાર્થીઓને ભારતમાં આવી અભ્યાસ કરવા માટે નિયંત્રણ આપીએ છીએ અને એકબીજા દેશોમાં અપાતી ડીગ્રીઓને પરસ્પર માન્ય કરવા વ્હેલી તકે એક કરાર કરવા માટે વિનંતી કરીએ છીએ.

આયુર્વેદ અને સિદ્ધ ઉપચાર પદ્વતિ સહિત પરંપરાગત દવાઓનાં ક્ષેત્ર આપણા ઉત્કૃષ્ટ અને વધતા જતા સહકારનો મને ઘણો આનંદ છે.

પ્રધાનમંત્રી શ્રી, ખૂબ જ ફળદાયી ચર્ચાવિચારણા માટે આપનો આભાર. મને વિશ્વાસ છે કે આપણી વ્યૂહાત્મક ભાગીદારી નવી સપાટીએ પહોંચશે. આપણી વ્હેલી તકે ભારતની મુલાકાતની હું રાહ જોઉં છું.

આભાર

UM/J.Khunt/DK